Royal Enfield Himalayan 450 : 1 જાન્યુઆરીથી મોંઘી મળશે Royal Enfield Himalayan 450, KTM 390 Adventure SWને આપશે ટક્કર

0
225
Royal Enfield Himalayan 450
Royal Enfield Himalayan 450

Royal Enfield Himalayan 450 : કંપનીએ તેને 24 નવેમ્બરના રોજ ગોવામાં યોજાયેલી તેની વાર્ષિક બાઇકિંગ ઇવેન્ટ Motoverse-2023માં 2.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી હતી.

Royal Enfieldની ન્યૂ જનરેશન Himalayan 450 એડવેન્ચર બાઇક 1 જાન્યુઆરીથી મોંઘી થઈ જશે. 

પ્રારંભિક કિંમતો માત્ર 31મી ડિસેમ્બર સુધી કરવામાં આવેલ બુકિંગ માટે જ લાગુ પડે છે. આ પછી, 1 જાન્યુઆરીથી, ગ્રાહકોએ બાઇકની વધેલી કિંમત ચૂકવવી પડશે. ખરીદદારો ઓફિશીયલ વેબસાઇટ અને ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરી શકે છે. નવી હિમાલયન 450 ત્રણ વેરિઅન્ટ્સ અને પાંચ કલરના ઓપ્શનમાં અવેલેબલ છે.

જો ગ્રાહક 1 જાન્યુઆરી પહેલા બાઇક બુક કરાવે છે, પરંતુ નવા વર્ષમાં કલર બદલવાનું પસંદ કરે છે, તો નવી કિંમત લાગુ થશે. જો કે, જો કલરમાં ફેરફાર 31 ડિસેમ્બર પહેલા થાય છે, તો ગ્રાહકને પ્રારંભિક કિંમતનો જ લાભ મળશે.

બાઇકમાં વિશ્વનું પ્રથમ રાઉન્ડ આકારનું ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ

IMG 0097

નવી હિમાલયનમાં ગોળાકાર આકારનું ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે. કંપનીનો દાવો છે કે આ વિશ્વનું પ્રથમ રાઉન્ડ TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે. આ રાઉન્ડ ડેશ ગૂગલ મેપ્સની મદદથી મ્યુઝિક, ફોન કનેક્ટિવિટી અને નેવિગેશન સહિતની તમામ મહત્વની વસ્તુઓ શો કરે છે. ભારતમાં, આ બાઇક KTM 390 Adventure SW, Yezdi Adventure, BMW G310 GS અને Triumph Scrambler 400Xને ટક્કર આપશે.

રોયલ એનફિલ્ડ હિમાલયન 450 છે ‘બાઈક ઓફ ધ યર’ 

Royal Enfield Himalayan 450 એ ‘ઇન્ડિયન મોટરસાઇકલ ઑફ ધ યર 2024’નો ખિતાબ જીત્યો છે. આ પછી ટ્રાયમ્ફ સ્ક્રેમ્બલર 400X અને KTM Duke 390 બીજા અને ત્રીજા સ્થાને છે. દાવેદારોમાં Hero Karizma XMR, Harley Davidson X440, Royal Enfield Super Meteor 650 અને TVS Apache RTR 310 પણ સામેલ હતી.

બાઇકમાં નવું શું છે?

કંપનીએ તાજેતરમાં યોજાયેલી EICMA-2023 ઇવેન્ટમાં ઓલ-ઇલેક્ટ્રિક હિમાલયન પ્રોટોટાઇપ સાથે બાઇકને અનવીલ કર્યું હતું. આમાં LED ટર્ન ઇન્ડિકેટર્સ સાથેનો LED હેડલેમ્પ, એક નાની વિન્ડશિલ્ડ, નવી ચાંચ જે હીરો એક્સપલ્સ જેવી જ દેખાય છે, નવી ડિઝાઇન કરેલી ફ્યૂલ ટેંક, એક મોટું ઇન્ટરકુલર, નવા ગ્રેબ હેન્ડલ્સ, નવા એક્ઝોસ્ટ તેમજ ચારે બાજુ નવા ગ્રાફિક્સ મળે છે.

કેટલાક અન્ય મોટા ફેરફારોમાં અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્કની સાથે ઑફરોડિંગ ટાયર અને હાલની હિમાલયન પર જોવા મળતા 21-ઇંચના વ્હીલ્સ કરતાં નાના વ્હીલ્સ આપવામાં આ્વ્યા છે.

રોયલ એનફિલ્ડ હિમાલયન 450: પરફોર્મન્સ

Royal Enfield Himalayan 450
Royal Enfield Himalayan 450

Royal Enfield Himalayan 450 કંપનીની પ્રથમ લિક્વિડ કૂલ્ડ એન્જિન બાઇક છે. તેમાં 452cc સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન છે. તે લગભગ 8000 rpm પર 40 hp પાવર અને 5500 rpm પર 45Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

આ એન્જિનને આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે ટ્યુન કરવામાં આવ્યું છે. વર્તમાન Royal Enfield Himalayan માં 411cc સિંગલ સિલિન્ડર, એર ઓઈલ કૂલ્ડ એન્જિન મળે છે જે 24 hp પાવર અને 32 Nm ટોર્ક જનરેટ કરે છે.

રોયલ એનફિલ્ડ હિમાલયન 450: સસ્પેન્શન અને બ્રેકિંગ

કમ્ફર્ટ રાઇડિંગ માટે, બાઇકમાં હવે 43mm USD ડાઉન ફોર્ક્સ અને રેઅરમાં પ્રી-લોડ એડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન સેટઅપ આપવામાં આવ્યું છે. બંને સસ્પેન્શન 200mm સુધી ટ્રાવેલ કરી શકે છે. તે જ સમયે, બ્રેકિંગ માટે, ડ્યુઅલ ચેનલ ABS સાથે આગળના વ્હીલમાં 320 mm સિંગલ ડિસ્ક અને પાછળના ભાગમાં 270 mmનું ડિસ્ક બ્રેક મળે છે.

એડવેન્ચર ટુરિંગ મોટરસાઇકલનું વજન 196kg છે અને તેમાં 17-લિટરનું ફ્યુઅલ ટેંક છે. આ બાઇક 21 ઇંચના ફ્રંટ અને 17 ઇંચના રિઅર વ્હીલ્સ પર ચાલે છે. તે ઑફ-રોડિંગ કેપેબિલીટી ટાયરથી સજ્જ છે.

Royal Enfield Himalayan 450: ફિચર્સ

ફીચર્સ વિશે વાત કરીએ તો, ન્યૂ જનરેશન હિમાલયન 450માં ઈન્ટિગ્રેટેડ ગૂગલ મેપ્સ, સ્વિચેબલ રીઅર ABS, રાઈડિંગ મોડ્સ, ઓલ LED લાઈટિંગ સેટઅપ, 4 ઈંચ રાઉન્ડ શેપ્ડ TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર રિયર ટેલ લાઈટ્સ મળે છે, જે ટર્ન ઈન્ડિકેટર તરીકે પણ કામ કરે છે. આ સિવાય હાઇટ એડજસ્ટેબલ સીટ પણ આપવામાં આવી છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.