રૂટ કેનાલ

0
196

રૂટ કેનાલ એટલે શું ?

  • જયારે દાંતમાં સડો થાય છે ત્યારે દાંતના સડાને દુર કરી કરવો જરૂરી છે. ત્યારે આ ટ્રીટમેન્ટમાં દાંતનું પોલાણ અને જડબામાંથી ઇન્ફેકશન સૌ પ્રથમ દુર કરવામાં આવે છે.. જે બાદ તેને ખાસ પ્રકારના પદાર્થથી સીલ કરવામાં આવે છે..
 રૂટ કેનાલ
રૂટ કેનાલ

હવે આપને પ્રશ્ન થશે કે દાંતને કેમ સીલ કરવામાં આવે છે તો આપને જાણવી દઈએ કે જયારે પણ દાંતનું પોલાણ ભરવામાં આવે છે ત્યાં ઇન્ફેકશન ન ફેલાય તે હેતુસર દાંતનું પોલાણ કરવું ખુબ જરૂરી છે …

મુખ્યત્વે જયારે દાંતમાં સડો થાય છે ત્યારે આ ટ્રીટમેન્ટ જરૂરી બને છે….

દાંતમાં સડો થવાના કારણો ?

  • વધુ પડતી ચોકલેટ ખાવાથી
  • યોગ્ય દાંત સાફ ન થવાથી
  • પીવાના પાણીમાં ફ્લોરાઈડની માત્ર વધુ હોવાથી
  • પેઢાના રોગ હોય તો

લક્ષણો :

  • ઠંડી કે ગરમ વસ્તુથી સેન્સીટીવીટી થવી
  • દાંતનો કલર બદલાવો
  • દાંત પાસે સોજો હોવો
  • દાંતમાં દુઃખાવો હોવો
  • ચાવવામાં તકલીફ હોવી

ઘણી વખત કોઈ લક્ષણ પણ નથી હોતું અને રૂટ કેનાલની જરૂર પડી શકે છે ….

દાંત નો એક્સરે કરાવ્યા બાદ જ દાંતમાં કેટલો ઊંડો સડો છે તેની માહિતી મળી શકે છે…

પ્રશ્ન : રૂટ કેનાલ બાદ કેપ પહેરવી કેમ જરૂરી ?

ઉત્તર : ટ્રીટમેન્ટ કરતા બાદ દાંતને પોષણ મળતું બંધ થઈ જાય છે.. જે બાદ દાંતની કલર કાળાશ પડતો ઘટ્ટ થાય છે. તેમજ દાંત બટકણો થાય છે… ત્યારે દાંતને ફ્રેકચર થવાની પણ શક્યતા રહેલી છે… જેના કારણે કેપ પહેરવી ખુબ આવશ્યક છે…
પ્રશ્ન : રૂટ કેનાલ એ દર્દનાક પ્રક્રિયા છે ?
ઉત્તર : આ ટ્રીટમેન્ટથી દુઃખાવો નથી થતો પરંતુ દાંતમાં થતો દુઃખાવો દુર થાય છે. આધુનિક સાધનો સાથે થતી ટ્રીટમેન્ટના કારણે દુઃખાવો ઓછો અથવા નહિવત થાય છે.
પ્રશ્ન : દાંત સડે અને દુઃખે તો જ કાઢવો ?
ઉત્તર : હા આ પ્રશ્ન તો સાચો છે પણ હવે નવા નવા સાધનો અને ઉપકરણોને કારણે દુઃખાવો થવાની રાહ જોવી જરૂરી નથી.. રૂટ કેનાલનો સકસેસ રેશિયો 99 ટકા જેટલો રહેલો છે…

આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો

આપ સ્વાસ્થ્યને લગતી આવી જ માહિતી મેળવવા માટે વીઆર લાઈવની વેબસાઇટ પર પણ નિહાળી શકો છો.

https://vrlivegujarat.com/family-doctor-program/tb/