નોકરી વાંચ્છુક ઉમેદવારો માટે ખુશ ખબર, ગુજરાત સરકાર દ્વારા 1600થી વધુ જગ્યા માટે રોજગાર ભરતી મેળો

3
187
Rojgaar Bharti Melo | રોજગાર ભરતી મેળો 2023
Rojgaar Bharti Melo | રોજગાર ભરતી મેળો 2023

Rojgaar Bharti Melo 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા મહેસાણામાં આવેલ જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળો 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળાનું આયોજન તારીખ  13 ડીસેમ્બર, 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું.

આ રોજગાર મેળામાં આશરે 16૦૦થી વધુ જગ્યાઓ પર ઉમેદવારની ભરતી કરવામાં આવશે. Rojgaar Bharti Melo 2023માં વિવિધ સેક્ટરની 25 કંપનીઓ ભાગ લઇ રહી છે જે નોકરી વાંચ્છુક ઉમેદવારોને નોકરીની તકો પૂરી પાડશે.  

Rojgaar Bharti Melo | રોજગાર ભરતી મેળો 2023
ભરતી મેળાનું સ્થળજિલ્લા રોજગાર કચેરી, મહેસાણા
ભરતી મેળાની તારીખ13 ડીસેમ્બર, 2023
ભરતી મેળાનો સમયસવારે 10:00 કલાકે
હોમ પેજઅહીં ક્લિક કરો
પગારપોસ્ટ આધારિત પગાર
શૈક્ષણિક લાયકાતધો.10 પાસથી લઇને અનુસ્નાતક, ડિપ્લોમા, ITI.. વગેરે
અરજી મોડસીધી ભરતી, રૂબરૂ મુલાકાત
પોસ્ટવિવિધ પોસ્ટ
સ્થળઔધોગિક તાલીમ સંસ્થા, મહેસાણા ૨૦૪,
G.I.D.C., ફેઝ-૧,
મોઢેરા ચાર રસ્તા પાસે, મહેસાણા-૩૮૪૦૦૨

  • ઉમેદવારની લાયકાત | Educational Qualifications

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, BE પાસ, ડિપ્લોમા મિકેનીકલ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે

Rojgar Bharti Melo

રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી દ્વારા ગુજરાત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા માટે સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલ શરુ કરવામાં આવ્યું  છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઈચ્છુક  ઉમેદવારો વિવિધ પોસ્ટ માટે અરજી કરી શકે છે તેમજ ક્યાં કઈ ભરતી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તે અંગે પણ અપડેટ્સ મેળવી શકે છે.  

  • રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે.

સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP

3 COMMENTS

Comments are closed.