ROHITvsHARDIK : ટી20 વિશ્વકપને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, મજબુત અને સંતુલિત ટીમ હોવા છતાં લાંબા સમયથી ભારત પાસે કોઈ ICC ટ્રોફી હાથમાં નથી આવી, ત્યારે આ ટી20 વિશ્વકપને લઈને ફરીવાર ભારતને આશા જાગી છે કેમ કે IPLના તુરંત બાદ ટી20 વિશ્વકપ આવી રહ્યો છે, ખેલાડીઓ ટી 20 મેચ માટે એકદમ પરફેક્ટ ઢાંચામાં ઢળેલા છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જો આ વસ્તુનો ઉકેલ નહિ આવે તો ભારતના હાથમાંથી ટી 20 વિશ્વકપ સરકી શકે છે.

ROHITvsHARDIK : અત્યારે ક્રિકેટ જગતની સૌથી મોટી સીરીઝ IPL ચાલી રહી છે, IPLમાં બની રહેલી કેટલીક ઘટનાઓ ભારતીય ક્રિકેટ માટે બહુ જ ખતરનાખ સાબિત થઇ શકે એમ છે, સુત્રોનું માનીએ તો 5 વારની IPL ચેમ્પિયંસ મુંબઈ ઈન્ડિયન્સમાં હાલ કઈ સારું ચાલી રહ્યું નથી, મુંબઈ ઇન્ડિયન્સ માત્ર મેદાન પર જ હારી છે એવું નથી પરંતુ ડ્રેસિંગ રૂમમાં પણ મેચ અને ખેલદિલી હારી રહી હોય તેવું સામે આવ્યું છે,

મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યા અને પૂર્વ કપ્તાન રોહિત શર્મા વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવી રહ્યાં છે. કેટલાક અહેવાલો અનુસાર, ટીમ રોહિત શર્માને પરત લાવવાના પક્ષમાં છે, જ્યારે વિદેશી ખેલાડીઓ વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યાનું સમર્થન કરી રહ્યાં છે.
ROHITvsHARDIK : રોહિત-હાર્દિક વચ્ચે બધું બરાબર નથી
ROHITvsHARDIK : કેટલાક સુત્રોના અહેવાલ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સના ભારતીય ખેલાડીઓ રોહિતને ફરીથી કેપ્ટન બનાવવાના પક્ષમાં છે, જ્યારે વિદેશી ખેલાડીઓ હાર્દિકની સાથે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોહિત અને હાર્દિકે આ IPLમાં ભાગ્યે જ એકસાથે નેટ પ્રેક્ટિસ કરી છે. રિપોર્ટ અનુસાર, ગત મેચની પૂર્વ સંધ્યાએ હાર્દિકને જોયા બાદ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા નેટ્સ છોડીને ચાલ્યા ગયા હતા.

ROHITvsHARDIK : જો આ સમાચાર સાચા સ્વરૂપના છે તો ભારતીય ક્રિકેટ માટે આગામી વિશ્વકપ જીતવો ખુબ જ મુશ્કેલ સાબિત થઇ શકે તેમ છે, કેમ કે આગામી ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા છે અને ઉપકપ્તાન હાર્દિક પંડ્યા છે, અને એક જ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેનો અણબનાવ ટીમને મોટું નુકશાન અપાવી શકે તેમ છે, ક્રિકેટ રસિકો આ વિવાદ IPLની સાથે જ પતિ જાય તેવું ઈચ્છી રહ્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો