Rohan Gupta Join Bjp : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. હાલમાં જ અંબરીશ ડેરથી લઈને સી.જે ચાવડા અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને કેસરીયો ખેસ ધારણ કરી લીધો. હવે આ લિસ્ટમાં કોંગ્રેસના વધુ એક પૂર્વ નેતાનું નામ જોડાઈ ગયું છે. ભાજપ નેતા હરદીપસિંહ પુરીના હસ્તે રોહન ગુપ્તાએ કેસરીયા કરી લીધા છે.

Rohan Gupta Join Bjp : કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડવાનો કર્યો હતો ઈનકાર
Rohan Gupta Join Bjp : કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા રોહન ગુપ્તાએ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે અંગત કારણોસર પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. જોકે પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું કહીને પહેલા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. આ બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પાર્ટીના જ કેટલાક નેતાઓ સામે આરોપ લગાવ્યા હતા.
Rohan Gupta Join Bjp : ભાજપમાં જોડાઈને રોહન ગુપ્તાએ શું કહ્યું?
Rohan Gupta Join Bjp : રોહન ગુપ્તાએ કહ્યું કે, હું આજે ભાજપમાં જોડાઈને ગર્વ અનુભવું છું. હું દેશ માટે કંઈક કરવાની ભાવના સાથે આવ્યો છું. હું રાષ્ટ્ર નિર્માણ માટે પૂરા દિલથી કામ કરીશ. મારા પિતા 40 વર્ષથી કોંગ્રેસમાં હતા. હું 15 વર્ષ કોંગ્રેસમાં હતો. લાલચમાં કોઈ પક્ષ છોડતું નથી. સ્વાભિમાનની વાત આવે ત્યારે નિર્ણય લેવો પડે. હું પોતે એક બિઝનેસમેન રહ્યો છું. રાષ્ટ્રવાદની વાત હોય કે સનાતન ધર્મની. કોંગ્રેસ પક્ષ આ બંને મુદ્દાઓથી ભટકી ગયો છે.
Rohan Gupta Join Bjp : થોડા દિવસ પહેલા જ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચી

અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારા પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદાવારને પંસદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો