Robert Vadra ના નિવેદનથી રાજકીય ગરમાવો; “તે સંસદમાં રહેવાને લાયક નથી”

0
167
રોબર્ટ વાડ્રા (Robert Vadra)નું નિવેદન, “તે (Kangana Ranaut) સંસદમાં રહેવાને લાયક નથી”
રોબર્ટ વાડ્રા (Robert Vadra)નું નિવેદન, “તે (Kangana Ranaut) સંસદમાં રહેવાને લાયક નથી”

Kangana Ranaut:  કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra) એ ​​બીજેપી સાંસદ કંગના રનૌત પર જોરદાર નિશાન સાધ્યું છે.  

Robert Vadra attack Kangana Ranaut
Robert Vadra attack Kangana Ranaut

રોબર્ટ વાડ્રા (Robert Vadra) એ કંગના રનૌત વિશે કહ્યું કે તે સાંસદ બનવા લાયક નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ, ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ કંગના રનૌતની ખેડૂતોના વિરોધ અંગેની તેમની ટિપ્પણી પર આકરી ટીકા કરી હતી.

કંગના સંસદમાં રહેવા યોગ્ય નથી: Robert Vadra

રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, કંગના રનૌત એક મહિલા છે અને હું તેનું સન્માન કરું છું, પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવાને લાયક નથી. તેણી શિક્ષિત નથી. મને લાગે છે કે તે લોકો વિશે વિચારતી નથી. તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે.

Kangana Ranaut  સ્ત્રીઓ વિશે વિચાર કરે

રોબર્ટ વાડ્રાએ વધુમાં કહ્યું કે, કંગનાએ મહિલાઓ વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે મારી અપીલ છે કે સમગ્ર દેશ એક સાથે આવે અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે આગળ વધે. મહિલાઓની સુરક્ષાને સૌથી મહત્વનો મુદ્દો ગણાવતા તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ તેને ઉકેલવા માટે સાથે આવવું જોઈએ.

કંગનાનું ખેડૂતોને લઈને વિવાદિત નિવેદન

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટના સાંસદ રણૌતે તાજેતરમાં કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલન દરમિયાન ‘મૃતદેહ લટકતી હતી અને બળાત્કાર થઈ રહ્યા હતા’. કંગના રનૌતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશમાં જે કંઈ થયું તે ભારતમાં થતા વાર ના લગતી જો, અમારૂ ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત, ત્યાં બળાત્કાર થઈ રહ્યા હતા…’ જોકે, કંગના (Kangana Ranaut) ના આ નિવેદનથી ભાજપે પોતાના હાથ ખંખેરી લીધા હતા. 

જાતિની વસ્તી ગણતરી ન થવી જોઈએ: Kangana Ranaut  

Kangana Ranaut  કહ્યું હતું કે દેશમાં જાતિ ગણતરી ન થવી જોઈએ. ભાજપના સાંસદના આ નિવેદનથી મામલો ગરમાયો હતો. કંગના રનૌતે કહ્યું કે, તાજેતરમાં જ હું આ મુદ્દાઓને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ મીટિંગમાં નડ્ડાએ કંગનાને નીતિ વિષયક મુદ્દાઓ પર ન બોલવાની સલાહ આપી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો