RITEISH DESHMUKH : આર્કિટેક્ટથી બન્યો એક્ટર, પૂર્વ મુખ્યમંત્રી પિતાના દિકરા રિતેશનો 45મો જન્મદિવસ, તેના વિશે આ વાતો નહીં જાણતા હોવ…

1
100

RITEISH DESHMUKH:છેલ્લા એક દાયકાથી સતત પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહેલો રિતેશ દેશમુખ. મરાઠી સિનેમામાં પણ છે મોટું નામ

હવે બોલિવૂડનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. Riteish Deshmukh હિન્દી સિનેમામાં તેમના શાનદાર અભિનયથી માત્ર લોકોનું મનોરંજન કર્યું નથી, પરંતુ મરાઠી સિનેમામાં પણ તેમની એક્ટિંગની કુશળતા દર્શાવી છે. ‘તુઝે મેરી કસમ’થી શરૂ થયેલી તેની સફર હવે લાંબી મજલ કાપી ચૂકી છે અને તે હવે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ઇચ્છિત એક્ટર્સમાંથી એક બની ગયો છે.

આજે રિતેશ દેશમુખનો (Riteish Deshmukh) 45મો જન્મદિવસ છે. આજે તેમની ફિલ્મો સિવાય અમે તમને રિતેશ વિશે કેટલીક એવી વાતો જણાવીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. વાંચો..

એક્ટર હોવા ઉપરાંત Riteish એક ક્વોલિફાઇડ આર્કિટેક્ટ પણ છે. રિતેશે  મુંબઈની કમલા રહેજા કોલેજ ઓફ આર્કિટેક્ચરમાંથી, આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવી છે. જો તમે અમારા પર વિશ્વાસ ન કરતા હો, તો તમે તેનું ટ્વિટર બાયો જોઈ શકો છો! તમને જણાવી દઈએ કે રિતેશ એક આર્કિટેક્ચરલ અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ફર્મનો માલિક પણ છે.

રિતેશ સિવાય તેના પરિવારના મોટાભાગના સભ્યો રાજકારણ સાથે જોડાયેલા છે. તેના દિવંગત પિતા વિલાસરાવ દેશમુખ (Vilasrao Deshmukh) મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી હતા. આ સિવાય અભિનેતાના ભાઈઓ ધીરજ અને અમિત પણ રાજકારણમાં સક્રિયપણે જોડાયેલા છે.

IMG 0023

એક્ટર અને તેની પત્ની જેનેલિયા ડિસોઝા (Genelia D’Souza)ની લવ સ્ટોરી વિશે દરેક લોકો જાણે છે, બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ તેમની પ્રથમ ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ (2003) માટે કામ કરતી વખતે શરૂઆતમાં એકબીજાને પસંદ નહોતા કરતા.

IMG 0024

બંનેએ 3 ફેબ્રુઆરી 2012ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા લગભગ એક દાયકા સુધી એકબીજાને ડેટ કર્યું હતું. પ્રાઈવેટ પર્સનાલિટી તરીકે જાણીતા, બંનેએ તેમના લગ્નની જાહેરાત કરતા પહેલા સારા મિત્રો હોવાનો દાવો કર્યો હતો!

રિતેશ દેશમુખે એકવાર ખુલાસો કર્યો હતો કે તેણે જેનેલિયાનું હુલામણું નામ ‘જીની’ રાખ્યું છે. ત્યારબાદ એક ઈન્ટરવ્યૂમાં તેણે ‘ધોલુ’ નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

એક અભિનેતા અને આર્કિટેક્ટ હોવા ઉપરાંત, તે એક પ્રખ્યાત નિર્માતા પણ છે. તેણે 2013માં મુંબઈ ફિલ્મ કંપની (Mumbai Film Company) નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું.

આટલું જ નહીં એક વિલેન સ્ટારે વીર મરાઠી (Veer Marathi)નામની ક્રિકેટ ટીમ પણ લોન્ચ કરી જે સેલિબ્રિટી ક્રિકેટ લીગનો (celebrity cricket league) એક ભાગ છે.

રિતેશે 2014માં મરાઠી સિનેમામાં તેની શરૂઆત ફિલ્મ લાઇ ભારીથી કરી હતી, જેનું નિર્માણ દિવંગત ફિલ્મ નિર્માતા નિશિકાંત કામત (Nishikant Kamat) દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં રાધિકા આપ્ટે ફીમેલ લીડ તરીકે જોવા મળી હતી. અભિનેતાએ તેમાં ડબલ રોલ ભજવ્યો હતો.

રિતેશ દેશમુખે ઓમ શાંતિ ઓમ, મસ્તીઝાદે, ડ્રીમ ગર્લ સહિત લગભગ એક ડઝન ફિલ્મોમાં કેમિયો રોલ કર્યો છે.

1 COMMENT

Comments are closed.