Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી? જાણો શું છે સમગ્ર મામલો

0
207
Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી? જાણો શું છે સમગ્ર મામલો
Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી? જાણો શું છે સમગ્ર મામલો

Right to Privacy: વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે જો તેને દબાણ કરવામાં આવશે તો તે ભારત છોડી દેશે. ભારતમાં 40 કરોડથી વધુ યુઝર્સ ધરાવતા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp ના આવા કોઈપણ નિર્ણયની મોટી અસર પડશે. ચાલો જાણીએ કે વોટ્સએપે આવી ચેતવણી શા માટે આપી?

Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી? જાણો શું છે સમગ્ર મામલો
Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી? જાણો શું છે સમગ્ર મામલો

Right to Privacy: શું છે મામલો?

વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટા (અગાઉ Facebook) એ ભારતના IT કાયદાના એક નિયમને કોર્ટમાં પડકાર્યો છે. સરકાર ઈચ્છે છે કે કંપનીઓ સંદેશાઓને ટ્રેક કરે અને જરૂર પડે તો તેમના સ્ત્રોતને જાહેર કરે. એટલે કે આ મેસેજ કોણે કોને મોકલ્યો તેની માહિતી સરકારને આપવી જોઈએ.

Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી?
Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી?

સાથે જ વોટ્સએપનું કહેવું છે કે આનાથી લોકોની પ્રાઈવસી (Right to Privacy) જોખમમાં મુકાઈ જશે, જેની સુરક્ષાને કારણે લોકો નિર્ભયતાથી તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જો WhatsApp તેના સંદેશાઓના એન્ક્રિપ્શન (end to end encryption) ને તોડે છે, તો આ પ્લેટફોર્મ નાશ પામશે. દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપ તરફથી હાજર થયેલા એડવોકેટ તેજસ કારિયાએ સ્પષ્ટ કહ્યું કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ ભારતમાંથી જતું રહેશે.

વોટ્સએપ બનામ સરકાર વિવાદ શું છે? | WhatsApp vs Indian government

એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના રોજ આઈટી નિયમો 2021ની જાહેરાત કરી હતી. આ પછી, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને આ નિયમનું પાલન કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ નિયમને પડકારતાં વોટ્સએપે કેન્દ્ર સરકાર સામે કાયદાકીય લડાઈ શરૂ કરી છે.

વોટ્સએપ નિયમોની વિરુદ્ધ કેમ છે? | WhatsApp rules

WhatsApp દલીલ કરે છે કે તે તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડ્યા વિના ભારતના નવા IT નિયમનું પાલન કરી શકશે નહીં. વોટ્સએપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર મેસેજને એવી રીતે એન્ક્રિપ્ટ કરે છે કે તેને ટ્રેક કરી શકાતો નથી અને તે માત્ર મોકલનાર અને મેસેજ મેળવનાર જ વાંચી શકે છે.

વોટ્સએપનું કહેવું છે કે આ ફીચર દ્વારા તે યુઝરની પ્રાઈવસી જાળવી રાખે છેન જે તેમનો હક્ક (Right to Privacy) પણ છે. 2021માં જ વોટ્સએપે કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે સરકારી આદેશ તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને તેના ફાયદાઓને જોખમમાં મૂકે છે.

વ્હોટ્સએપે હાઈકોર્ટને નિયમ 4(2)ને ગેરબંધારણીય જાહેર કરવા અને તેને આઈટી એક્ટના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવાની અપીલ કરી છે અને માંગણી કરી છે કે આ અંતર્ગત તેના પર દબાણ ન કરવું જોઈએ.

Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી?
Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી?

વોટ્સએપ અનુસાર,

મેસેજના સ્ત્રોતની ઓળખ જાહેર કરવી અને તેને શોધી કાઢવું ​​એ ગેરબંધારણીય છે અને વપરાશકર્તાના ગોપનીયતાના મૂળભૂત અધિકાર (Right to Privacy) ની વિરુદ્ધ છે.

શું કહે છે ભારત સરકાર?

સરકારની દલીલ છે કે નકલી સમાચાર અને અપ્રિય-ભડકાઉ ભાષણ જેવી સામગ્રી સાથે કામ કરવા માટે સંદેશાઓનું ટ્રેસિંગ જરૂરી છે. સરકાર માને છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓનલાઈન સુરક્ષા માટે જવાબદાર છે, તેઓ તેમની જવાબદારીમાંથી છટકી શકતા નથી.

કેન્દ્રએ કહ્યું છે કે તેને સુરક્ષિત સાયબર સ્પેસ બનાવવાનો અને ગેરકાયદે સામગ્રીને પોતાની જાતે અથવા કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા બ્લોક કરવાનો અધિકાર છે. કેન્દ્રએ કોર્ટને કહ્યું છે કે IT એક્ટની કલમ 87એ તેને નિયમ 4 (2) ઘડવાની સત્તા આપી છે, જેના હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે માહિતીના સ્ત્રોતને જાહેર કરવું પડશે.

રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના રક્ષણ માટે તેમજ ફેક ન્યૂઝ અને મહિલાઓ અને બાળકો સંબંધિત સંભવિત ગુનાઓને રોકવા માટે આ જરૂરી છે. કેન્દ્રએ એમ પણ કહ્યું કે જો કોઈ પ્લેટફોર્મ તેના એન્ક્રિપ્શનને તોડ્યા વિના સ્ત્રોતને શોધી શકતું નથી, તો તેણે તેની ફરજના ભાગ રૂપે આવું કરવું જોઈએ.

Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી?
Right to Privacy: WhatsApp એ હાઈકોર્ટમાં શા માટે ભારત છોડવાની ચેતવણી આપી?

શું આ નિયમ બીજા દેશોમાં લાગુ છે?

વોટ્સએપે દાવો કર્યો છે કે બ્રાઝિલ સહિત અન્ય કોઈ દેશમાં એવો કોઈ કાયદો નથી જેવો ભારતમાં છે. વોટ્સએપ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, દુનિયામાં બીજે ક્યાંય આવો કોઈ નિયમ નથી, બ્રાઝિલમાં પણ નથી.

સપ્ટેમ્બર 2023માં UK સરકારે પણ સંમતિ આપી હતી કે તે હાનિકારક સામગ્રીને રોકવા માટે મેસેજિંગ એપ્સને સ્કેન કરવા માટે ઓનલાઈન સેફ્ટી બિલમાં સત્તાનો ઉપયોગ કરશે નહીં.

મેસેજને કોઈપણ રીતે સ્કેન કરવાની મંજૂરી આપવાના નિયમ અંગે વોટ્સએપ સહિતના ટીકાકારોનું કહેવું છે કે આનાથી યુઝરની પ્રાઈવસી માટે ખતરો છે.

દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે તે હવે ઓગસ્ટમાં આ કેસની સુનાવણી કરશે. આમાં દેશભરની અલગ-અલગ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓનો પણ સમાવેશ થાય છે. સંક્ષિપ્ત દલીલો પછી, હાઇકોર્ટે સંતુલન માટે હાકલ કરી હતી અને સુનાવણી માટે 14 ઓગસ્ટની મુદત રાખી હતી.

હાઈકોર્ટે કહ્યું કે, પ્રાઈવસીના અધિકાર (Right to Privacy) માં ક્યાંક સંતુલન હોવું જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો