આપણું રસોડુએ ઔષધિઓનો ભંડાર માનવામાં આવે છે, આયુર્વેદમાં પણ રસોડામાં વપરાતી રોજીંદી ચીજ-વસ્તુનો ઔષધિની રીતે ઉપયોગ કરવાની અનેક રીત આપવામાં આવી છે. ધાણા – જીરુંનો પાવડર આપણી આપની રોજ બનતી શાકભાજીના સ્વાદમાં વધારો કરે છે, ધાણા ના નાના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકાર છે. તેમાં મોટી માત્રામાં વિટામિન સી, વિટામિન કે અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. સવારે ઉઠ્યા પછી ખાલી પેટ આખી રાત પલાડેલા ધાણાનું પાણી પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. આ તેના કેટલાક મુખ્ય ફાયદા છે.
સુગર લેવલ કંટ્રોલમાં અસરકારક ધાણા –
ડાયબીટીસના દર્દીઓ માટે ખાલી પેટે આખી રાત પલાડેલા ધાણાનું પાણી પીવાથી તેમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે તે અનેક બીમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ રહે છે.
વજન ઘટાડીમાં મદદરૂપ છે ધાણા
સવારે ખાલી પેટે રાત્રે પલાળેલું ધાણાનું પાણી પીવાથી તમારું વજન ઝડપથી ઓછું થઈ શકે છે. ધાણા તમારા શરીરમાં રહેલા મેટાબોલિઝમને વેગ આપે છે. તમે તેને ડિટોક્સ વોટર તરીકે પણ પી શકો છો. ઓફીસ જતી મહિલાઓ ધાણાનું ગરમ પાણી પીને પોતાનું વજન કંટ્રોલમાં રાખી શકે છે.
ધાણા તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે –
ધાણાના બીજમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એન્ટીઓક્સીડેન્ટના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી તમને ઝડપથી અસર દેખાવા લાગશે.
આંખોને વધુ તેજ બનાવે છે
ધાણામાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-ઈ જેવા ગુણોને કારણે ધાણાનું પાણી તમારી આંખો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી આંખોની રોશની સુધરે છે અને આંખોને યોગ્ય પોષક તત્વો પણ મળે છે.
વાળ ને વધુ લાંબા અને મજબૂત બનાવે છે –
ધાણાના બીજમાંથી મળતું વિટામિન-સી અને વિટામિન-કે વાળને લાંબા અને મજબૂત બનાવે છે. તેનાથી વાળ ખરતા અને તૂટતા અટકાવી શકાય છે.
ધાણાના પાણીના સ્વાસ્થ્ય લાભો –
1. સંધિવાનો દુખાવો ઓછો કરે છે.
2. શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે.
3. કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
4. તે શરીર માટે ઠંડક આપે છે અને ગરમીથી રાહત આપે છે
5. પફી ચહેરો (ચેહરા પરના સોજા)ને અટકાવે છે.
કેવી રીતે કરશો ધાણાનો ઉપયોગ –
રાત્રે ધાણાને પલાળીને સવારે ખાલી પેટ પીવાથી જલ્દી ફાયદો થતો જોવા મળે છે, તે ઉપરાંત 2 ચમચી ધાણાને એક બાઉલમાં લઈને તેણે એક ગ્લાસ ઉમેરીને ધીમા તાપે ઉકાળો, પાણી અડધું થઈ જાય પછી તેને ઉતારી લો. તે ગાળી લો અને હૂંફાળું પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
હેલ્થને લગતી અન્ય માહિતી માટે અહી ક્લિક કરો –
એડ્સની રસીના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ
સંધિવા અને સાંધાના દુખાવા માટે દેશી આયુર્વેદિક ઉપચાર
ઝડપથી વજન ઘટાડવું છે? 15 દિવસમાં જોવા મળશે ચમત્કાર