આંતરાષ્ટ્રીય ડ્રગ્સ કેસમાં ઘટસ્ફોટ –  અમેરિકાથી ડ્રગ્સ મંગાવનાર 20 લોકોનો નામજોગ ખુલાસો, રમકડા અને પુસ્તકોનો કાળો ખેલ ઉઘાડો પડ્યો

0
73
સાયબર
સાયબર

 આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાંડ કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા વિદેશી ડ્રગ્સ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે સાયબર ક્રાઈમની તપાસ માં સ્ફોટક ખુલાસા  થયા છે. તપાસમાં અમદાવાદ ના 3, સુરતનો 1 અને બરોડાના 1 ડ્રગ્સ ડિલરની ઓળખ થઈ ગઈ છે.જેમાં  અમેરિકા થી ડ્રગ્સ મંગાવનાર 20 લોકોના નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે. રમકડા અને પુસ્તકોની આડમાં ડ્રગ્સ લવાતું હોવાનું પણ બહાર આવ્યું છે. વધુમાં વિદેશી ડ્રગ્સ ની ડિમાન્ડ નવરાત્રી, દિવાળી સમયે વધુ હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદ, સુરત, વડોદરાના શખ્સો ડ્રગ્સ મંગાવતા હોવાનો ખુલાસો
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વલસાડથી વ્યક્તિઓ ડ્રગ્સ મંગાવતા હતા. એટલું જ નહીં ઓળખ કરાયેલા વોન્ટેડ આરોપીઓ પાસે હજુ પણ ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની શંકા છે. જ્યારે
વિદેશી ડ્રગ્સ સપ્લાય કરનાર રશિયન નાગરિકની પણ ઓળખ થઈ ચૂકી છે. ઓળખ થયેલો રશિયન નાગરિક મુંબઈની હોટલમાં રોકાયાની શંકાના આધારે હાલ રશિયન ડ્રગ્સ સપ્લાયરને પકડવા સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. હવર સાયબર ક્રાઇમ બ્રાંચે થોડા દિવસમા જ ડ્રગ્સ લઈ મોટું ઓપરેશન હાથ ધરી શકે છે.

રાજકોટ અને વલસાડના કેટલાક શખ્સો પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ
દર વર્ષે તહેવારોમાં ડ્રગ્સનો મોટી માત્રામાં દર વર્ષે ડ્રગ્સનો જથ્થો તહેવારોમાં મંગવાતો હોવાની શંકા હોવાની શંકા છે. તહેવાર લઈ અગાઉ મંગાવેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ હજી પણ ગુજરાતમાં સંતાડેલ હોવાનું જણાય છે. પકડાયેલ ડ્રગ્સ યંગસ્ટર અને પ્રોફેશનલ પાર્ટીમાં ઉપયોગ લેવાય છે. વિદેશી ડ્રગ્સ પોસ્ટમાં કુરિયર મારફતે આવતું હતુ. પાર્સલનું ટ્રેકિંગ થતું અને કુરિયર બોયનો નંબર દેખાતો હતો. કુરિયર બોયને કોલ કરી ડ્રગ્સવાળું પાર્સલ અન્ય જગ્યાએ બહાર મેળવી લેતા હતા આમ ડ્રગ્સનો કાચો જથ્થો મંગાવી ડ્રગ્સના પેકેટ તૈયાર કરવામાં કરાયા બાદ 20 પાર્સલમાંથી મળી આવેલું કોકેઇન અને વિદેશી ગાંજો કુલ 50 લાખની કિંમતનો મુદામાલ મળી આવ્યો હતો.

અ લોકોના નામે આવ્યા પાર્સલ
આ પ્રકરણમાં અમદાવાદના રાજેશ પટેલ, વડોદરાના સૂરજસિંહ તથા વટવાના મોઇન શેખ અને સુરતના એલેકઝાન્ડર તેમજ સુરતના હાર્દિક સોનપાલ અને સાબરકાંઠાના વિકાસ પટેલ તથા સુરતના પરીક્ષિત કુમાર અને સુરતના પેટ્રિક સેડહિગ્સ અને વાપીના સિંહ સીમરન તથા બોટાદના શૈલેષ મુદ્રાના નામ ખુલ્યા છે. વધુમાં ગાંધીનગરના મયુર પટેલ, આંબાવાડીના સંજય કુમાર તથા રાજકોટ ગોંડલના મિલિંદ સોનપાલ અને સુરતના રાજકુમાર પાસવાન તથા મહેસાણાના ગૌરવ શર્મા અને ભાવનગરના વનરાજ તથા અમદાવાદના મહેશ અને સુરતના કમલ ચાંદવાની તેમજ રખિયાલના મી મોહદ સાજીદ તથા સુભાષ બ્રિજના ધ્રુવ સોલંકીના  નામે યુએસથી પર્સલો આવ્યા હતાં.