Retail Inflation Rate : ખાદ્ય ચીજવસ્તુઓ થઇ વધુ મોંઘી, છૂટક ફુગાવાનો દર જૂનમાં વધીને 5.08 ટકા થયો

0
287
Retail Inflation Rate
Retail Inflation Rate

Retail Inflation Rate :  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે જૂન 2024 માટે છૂટક ફુગાવાનો દર જાહેર કર્યો છે. જૂન મહિનામાં શાકભાજી, કઠોળ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો હતો. તેના કારણે જૂનમાં મોંઘવારી દરમાં વધારો થયો છે. સરકારી આંકડા મુજબ જૂનમાં ફુગાવાનો દર 5.08 ટકા રહ્યો હતો. નોંધનીય છે કે  મે મહિનામાં મોંઘવારી દર 12 મહિનાના સૌથી નીચા સ્તરે હતો.

Retail Inflation Rate

Retail Inflation Rate :  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે જૂન 2024 માટે છૂટક ફુગાવો (CPI) દર જાહેર કર્યો છે. ગયા મહિને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે મોંઘવારી દરમાં વધારો થયો છે. જૂન મહિનામાં છૂટક ફુગાવો (CPI) ઘટીને 5.08 ટકા પર આવી ગયો છે.

Retail Inflation Rate

Retail Inflation Rate :  જ્યારે મે 2024માં રિટેલ ફુગાવો 4.75 ટકા હતો, જે 12 મહિનામાં સૌથી નીચો સ્તર હતો. જૂન 2023માં ગ્રાહક ભાવ સૂચકાંક 4.87 ટકા હતો. સરકારી આંકડાઓ અનુસાર જૂનમાં ફૂડ બાસ્કેટ ફુગાવો 9.36 ટકા હતો જે મે મહિનામાં 8.69 ટકા હતો.

Retail Inflation Rate

Retail Inflation Rate :  રિટેલ ફુગાવાનો ટ્રેન્ડ કેવો રહ્યો ?

માસિક છૂટક ફુગાવાનો દર         (ટકામાં)

મે 2023                             4.31

જૂન 2023                           4.87

જુલાઈ 2023                        7.44

ઓગસ્ટ 2023                       6.83

સપ્ટેમ્બર 2023                      5.02

ઓક્ટોબર 2023                      4.87

નવેમ્બર 2023                       5.55

ડિસેમ્બર 2023                      5.69

જાન્યુઆરી 2024                    5.10

ફેબ્રુઆરી 2024                      5.09

માર્ચ 2024                          4.85

એપ્રિલ 2024                        4.83

મે 2024                             4.80

જૂન 2024                           5.08

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો