RERA (Real Estate Regulatory Authority): નવી બાંધવામાં આવેલી મિલકતોની વાત આવે ત્યારે ખરીદદારના અધિકારોને ખાસ પ્રવધાન્ય આપવામાં આવે છે. તમામ નવી મિલકતોના ખરીદ-વેચાણ RERA હસ્તગત આવે છે, આવ જ એક કિસ્સામાં, એક ઘર ખરીદનાર કે જેમને તેના એપાર્ટમેન્ટમાં ખામીયુક્ત સિવિલ વર્ક જોવા મળ્યું, તેણે RERA નો સંપર્ક કર્યો જે બિલ્ડરને યોગ્ય સમારકામ કરવા માટે પ્રબળ બન્યો. મકાનમાલિક નવા બનેલા એપાર્ટમેન્ટમાં ખામીયુક્ત સિવિલ વર્કનો મુદ્દો ઉઠાવ્યો, જે RERA કલમ 14(3) હેઠળ ખરીદનારની તરફેણના નિયમમાં સામેલ છે.
કેસની વિગતો મુજબ, વાસણા વિસ્તારમાં મલાવ તલાવ પાસે નવા બનેલા એપાર્ટમેન્ટના દસમા માળે એક વ્યક્તિએ ફ્લેટ ખરીદ્યો હતો અને તેનો કબજો 19 મે, 2022ના રોજ મળ્યો હતો. તેણે દિવાલો પરના ભીના પોપડા જોયા અને કબજો લેતા પહેલા આ અંગે બિલ્ડરનું ધ્યાન પણ દોર્યું હતું. બિલ્ડરે સમારકામ હાથ ધર્યું અને તેને ખાતરી આપી કે સમસ્યા ફરી નહીં આવે.
જો કે, ફ્લેટ ખરીદનાર નવી જગ્યામાં સ્થળાંતર થઈ ગયા પછી, દિવાલમાંથી ભેજ નીકળવા અને પેઇન્ટ નીકળી જવાના કારણે આ સમસ્યા ચાલુ રહી. સમસ્યા એટલી ગંભીર હતી કે તેના ફર્નિચર અને ઇલેક્ટ્રિકલ કનેક્શનને પીએન નુકસાન થયું હતું. પ્લાસ્ટર પણ ધોવાઇ ગયું અને દિવાલના અમુક ભાગોમાં મોટા પોપડા ઉખાડવા લગીને પાડવા લાગ્યા.
ફ્લેટ ખરીદનારે RERA માં ફરિયાદ નોંધાવી :
ખરીદદારે RERA માં ફરિયાદ નોંધાવી અને જ્યાં સુધી તેની ફરિયાદનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વૈકલ્પિક એપાર્ટમેન્ટની માંગણી કરી. સુનાવણી દરમિયાન, બિલ્ડરે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને ખરીદદાર દ્વારા ભાડે આપવામાં આવેલા લોકો દ્વારા અયોગ્ય દેખરેખના કારણે આ સમસ્યા જવાબદાર ગણાવી હતી. તેણે દલીલ કરી હતી કે ખરીદદારે તમામ તપાસ કર્યા બાદ એપાર્ટમેન્ટનો કબજો લીધો હતો.
મામલો પોલીસ સ્ટેશેન પહોંચ્યો
મામલો એ હદે ઉગ્ર બન્યો કે ખરીદનાર અને બિલ્ડરે એકબીજા સામે પોલીસ અરજી દાખલ કરી અને દાવો કર્યો કે તેમને પ્રતિપક્ષ દ્વારા ડરાવવામાં આવી રહ્યા છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ, RERA ઓથોરિટીએ આદેશમાં નોંધ્યું હતું કે બિલ્ડર રિપેરિંગ, પ્લાસ્ટર, પુટ્ટી અને પેઇન્ટનું કામ હાથ ધરીને મામલાનું સમાધાન કરવા તૈયાર છે. સમારકામ હાથ ધરાયા અને પૂર્ણ થયા પછી, RERA સત્તાવાળાએ આ અરજી ફગાવી દીધી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (RERA) ની કલમ 14 (3) જણાવે છે કે બિલ્ડર અથવા ડેવલપર કારીગરી, ગુણવત્તા અથવા સેવાઓની જોગવાઈમાં કોઈપણ માળખાકીય ખામી અથવા અન્ય ખામીઓને મિલકત કબ્જો લીધાની તારીખથી પાંચ વર્ષની અંદર સુધારવા માટે જવાબદાર છે. આ સમયગાળાને ‘હોમ વોરંટી’ અથવા ‘ખામી જવાબદારી અવધિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો