તમે નવી કાર લીધા બાદ સીટ પરથી પ્લાસ્ટિક નથી હટાવતા ? આ જોખમી સાબિત થઇ શકે છે

0
162
Car Seats
Car Seats

Car Seats: આપણામાંથી મોટાભાગના લોકો પોતાની નવી કારને ખૂબ પસંદ કરે છે અને તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગે છે. એટલા માટે  જ્યારે ઘણા લોકો નવી કાર ખરીદે છે, ત્યારે તેઓ લાંબા સમય સુધી તેની (Car Seats) સીટ પરથી પ્લાસ્ટિક હટાવતા નથી. તમે પણ કદાચ એવું જ કરતા હશો, પરંતુ તમને ખબર છે આવું કરવું ભારે જોખમકારક છે.   

21

સીટો પર આપવામાં આવેલ પોલીથીન કવર માત્ર ડીલીવરી પહેલા સીટોને નાના ડાઘા અથવા નુકસાનથી બચાવવા માટે છે. જ્યારે તમે ડિલિવરી લઈ લો ત્યારે તમારે એને  (Car Seats) હટાવી દેવા જોઈએ, આવું કેમ કરવું જોઈએ વાંચો આમારો આ ખાસ અહેવાલ.

Car Seats / કંફર્ટ

40

 જો સીટો પર પ્લાસ્ટિક ઢંકાયેલું હોય તો તમને વધુ સારો આરામ મળતો નથી. આ ઉપરાંત, જ્યારે તમે પ્લાસ્ટિક પર બેસો છો, ત્યારે તે સરકી જાય છે. આ કિસ્સામાં, તમે સખત બ્રેકિંગ અથવા અચાનક વળાંક દરમિયાન લપસી શકો છો, જેના કારણે તમે કાર પરનો નિયંત્રણ ગુમાવી શકો છો. જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી શકે છે.

Car Seats /  સેફ્ટી

4 56


તમે જોયું હશે કે આજકાલ કાર કંપનીઓ વધુ એરબેગ્સ આપવા પર ધ્યાન આપી રહી છે જેથી કારમાં બેઠેલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. હવે આજકાલ તમામ કાર કંપનીઓ નવી કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ ઓફર કરે છે. આમાં તમને સીટો પર એરબેગ્સ પણ મળે છે. હવે જો તમે સીટ પરથી ફોઈલ હટાવી નથી, તો કટોકટીની સ્થિતિમાં એરબેગને ખોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેના કારણે તમારી સુરક્ષા સાથે કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે.

Car Seats /  હાનિકારક ગેસ

1 100


આ કારણ તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. હકીકતમાં ઉનાળાની ઋતુમાં જ્યારે તાપમાન ખૂબ વધારે હોય છે, ત્યારે તે કારની કેબિનમાં બહારની તુલનામાં વધુ વધે છે. એવામાં, સીટ પર લગાવવામાં આવેલું પ્લાસ્ટિક ગરમ થઈ શકે છે અને હાનિકારક વાયુઓ છોડે છે, જે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.

તમે આ પણ વાંચી શકો છો

Manipur :  આસામ રાઈફલ્સના એક જવાને સાથી સાથીઓ પર કર્યું ફાયરિંગ, 6 જવાનો ઘાયલ