Red Ant Chutney: ભારતમાં ક્યાં ખવાય છે લાલ કીડીની ચટણી? જેને GI ટેગ પણ મળ્યો

0
304
Red Ant Chutney
Red Ant Chutney

Red Ant Chutney: ભારતના આ વિસ્તારના આદિવાસી લોકો લાલ કીડીઓમાંથી ખાસ ચટણી બનાવે છે, જેને તાજેતરમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI ટેગ) પ્રાપ્ત થયું છે.

Red Ant Chutney: દેશ-વિદેશમાં આજકાલ માત્રને માત્ર ફુડોહોલિક લોકોની જ ચર્ચા થાય છે. સોશિયલ મીડિયા પર પણ હજારો પેજ મળી જશે જે માત્ર ફુડ રેસિપી અને ફુડ પ્લેસિસના રિવ્યૂ કરી લાખોની કમાણી કરી રહ્યા છે. આવામાં નવા ફૂડ જોઈન્ટ્સ પણ નવી રેસિપીઝ ઈન્ટ્રોડ્યુસ કરવાનું ચુકતા નથી. ગ્લોબલાઈઝેશનમાં ફૂડ પણ એક્સચેન્જ થઈ રહ્યા છે. તો કોરોના કોને યાદ નથી, એ જીવલેણ વાઈરસ પણ તો કહેવાય છે કે ચીનના લોકોની ફૂડ હેબિટ્સના કારણે જ ફેલાયું હતું. જો કે, અવનવી વાનગીઓમાં આજકાલ Red Ant Chutney એટલે કે લાલ કીડીની ચટણી ખૂબ જ વાઈરલ થઈ રહી છે. 

પરંતુ તમે આ અજુગતી વાનગીનું નામ સાંભળી પાછું ચીન તરફ જ લાલ આંખ ન કરતા, કેમ કે આ લાલ કીડીની ચટણી આપણા ભારતમાં જ પીરસાય છે. ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં અને ખાવામાં આવે છે. દેશનું ભોજન સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. લોકો તેને સ્વાદ સાથે ખાય છે. અહીં કેરી, ધાણા, ફુદીનો, આમળા વગેરે અનેક પ્રકારની ચટણીઓ બનાવવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય લાલ કીડીની ચટણી ખાધી છે? ખરેખર, ઓડિશામાં લોકો લાલ કીડીની ચટણી ખૂબ જ ઉત્સાહથી ખાય છે. અને ખાસ વાત એ છે કે આ ખાસ ચટણીને 2 જાન્યુઆરી, 2024ના રોજ જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ચટણી છત્તીસગઢ અને ઝારખંડમાં પણ ખાવામાં આવે છે. સાથે જ કહેવાય છે કે આ ચટણીમાં ખૂબ જ પોષકતત્વ છે.

લાલ કીડીની ચટણી ક્યાં બનાવવામાં આવે છે

લાલ કીડીની ચટણી ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રહેતા આદિવાસી લોકો બનાવે છે. આ ચટણીને તેના ખાસ સ્વાદ માટે GI ટેગ મળ્યો છે. આ ચટણી લાલ વણકર કીડીઓમાંથી બનાવવામાં આવે છે, જેને કાઈ ચટણી કહેવામાં આવે છે. તે ઔષધીય અને પોષક ગુણોથી ભરપૂર છે. લાલ વેવર કીડીનો ડંખ ખૂબ પીડાદાયક હોય છે અને જો તે કરડે તો ત્વચા પર ફોલ્લાઓ પડી જાય છે.

લાલ કીડીની ચટણી કેવી રીતે બનાવાય છે

આ કીડીઓ મયુરભંજ જિલ્લાના જંગલોમાં જોવા મળે છે. કીડીઓ અને ઇંડાને તેમના છિદ્રોમાંથી એકત્રિત કર્યા પછી, તેઓને સાફ કરવામાં આવે છે. તે પછી લોકો તેને પીસીને સૂકવે છે. ત્યાર બાદ તેમાં લસણ, આદુ, મરચું અને મીઠું નાખીને ફરીથી પીસે છે. લોકો આ રીતે લાલ વણકર કીડીની ચટણી બનાવીને ખાય છે.

ફાયદા શું છે

એવું માનવામાં આવે છે કે આ ચટણીમાં પ્રોટીન, કેલ્શિયમ, ઝિંક, વિટામિન બી-12, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી મગજ અને નર્વસ સિસ્ટમ સ્વસ્થ રહે છે. થાક, ડિપ્રેશન, યાદશક્તિ ઓછી થવાની સમસ્યા હોય તો દૂર થાય છે. આ જિલ્લાના સેંકડો આદિવાસી પરિવારો આ કીડીઓ અને ચટણી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

શું છે GI ટેગ?

જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે ભૌગોલિક સંકેત (GI) ટેગ એ ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળ સાથે સંબંધિત ચોક્કસ ઉત્પાદનો પર વપરાતું નામ અથવા ચિહ્ન છે. GI ટેગ એ સુનિશ્ચિત કરે છે કે માત્ર અધિકૃત વપરાશકર્તાઓ અથવા ભૌગોલિક વિસ્તારમાં રહેતા લોકોને લોકપ્રિય ઉત્પાદનના નામનો ઉપયોગ કરવાની મંજૂરી છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો