RCB vs PBKS : IPL 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાનાર છે. આ IPLની 17મી સિઝનની છઠ્ઠી મેચ છે. બંને ટીમો વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર થશે. RCB તેના હોમગ્રાઉન્ડ પર જીતનું ખાતું ખેલવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ RCBને ઓપનિંગ મેચમાં CSK સામે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં વિરાટ કોહલીએ માત્ર 21 રન બનાવ્યા હતા. જો કે બેંગ્લોરના ચાહકોને આજે કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે.
RCB vs PBKS : સતત બીજી જીત મેળવવા મેદાનમાં ઉતરશે PBKS
શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ સતત બીજી મેચમાં જીત હાંસલ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. PBKSએ તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. પંજાબ માટે ઓલરાઉન્ડર સેમ કરન (63) અને લિયામ લિવિંગસ્ટન (અણનમ 38)એ શાનદાર બેટિંગ કરી હતી.
RCB vs PBKS : હેડ ટૂ હેડ રેકોર્ડ
હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પલડું ભારે રહ્યું છે. IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે, જેમાં RCBએ 17 મેચ જીતી હતી, જ્યારે પંજાબ કિંગ્સે 14 મેચમાં જીતી મેળવી હતી. બેંગલુરુના મેદાન પર પંજાબ કિંગ્સે સખત પડકાર રજૂ કર્યો. આ મેદાન પર પંજાબ કિંગ્સે બેંગ્લોર સામે 11માંથી 5 મેચ જીતી છે જ્યારે છ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
RCB vs PBKS : બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ફાફ ડુ પ્લેસિસ (C), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરન ગ્રીન, અનુજ રાવત (wkt), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ
પંજાબ કિંગ્સ
શિખર ધવન (C), જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા (wkt), લિયામ લિવિંગસ્ટન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર
IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો