RBI આજે મોનેટરી પોલિસી જાહેર કરશે,રેપો રેટમાં ફરી વધારો થવાની શક્યતા

0
155

ભારતીય રિઝર્વ બેંક આજે તેની મોદ્રીક નીતિની જાહેર  કરશે. RBI ફરી રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. ફેબ્રુઆરીમાં મળેલી MPCની બેઠકમાં રેપો રેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયે આરબીઆઈએ કહ્યું હતું કે રિટેલ ફુગાવાને નિયંત્રણમાં રાખવા અને ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખવા માટે મુખ્ય નીતિ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષનું કહેવું છે કે આરબીઆઈ પાસે હવે એપ્રિલની સમીક્ષામાં રેપો રેટ ન વધારવાના પૂરતા કારણો છે. લિક્વિડિટી મોરચે સમસ્યાઓ હોવા છતાં, મધ્યસ્થ બેન્ક આગામી MPC મીટિંગમાં નરમ વલણ અપનાવી શકે છે. જોકે, આરબીઆઈ પાસે જૂનમાં યોજાનારી MPCની બેઠકમાં રેપો રેટ વધારવાનો વિકલ્પ છે.