RBI board  : કેન્દ્રની નવી સરકારને RBI આપશે અધધધ..પોતાની રીઝર્વ રકમ, ગતવર્ષ કરતા આ વખતે 141 ટકા વધુ રકમ

0
152
RBI board
RBI board

RBI board  : સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ દેશમાં બનેલી નવી સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મોટી રકમ મળવા જઈ રહી છે. સેન્ટ્રલ બેંકના બોર્ડે પ્રથમ વખત સરકારને 2.11 લાખ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2024 માટે કેન્દ્ર સરકાર માટે રૂ. 2.11 લાખ કરોડના ડિવિડન્ડને મંજૂરી આપી હતી, જે નાણાકીય વર્ષ 23 ની તુલનામાં લગભગ 141 ટકા વધુ છે.

RBI board

RBI board  :  વર્ષ 2023માં કેન્દ્ર સરકારને  ₹87,416 કરોડ આપ્યા હતા

કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2023માં કેન્દ્ર સરકારને સરપ્લસ તરીકે ₹87,416 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. સેન્ટ્રલ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બુધવારે મુંબઈમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડની 608મી બેઠક દરમિયાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક દૃષ્ટિકોણ પર વિચાર-વિમર્શ કર્યો હતો. આ દરમિયાન બોર્ડે 2,10,874 કરોડ રૂપિયાની સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો.

RBI board

RBI board  : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે 2023-24 માટે કેન્દ્ર સરકારને 2.11 લાખ કરોડ રૂપિયાના સૌથી વધુ ડિવિડન્ડની ચુકવણીને મંજૂરી આપી હતી. RBI દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે ડિવિડન્ડ અથવા સરપ્લસ ટ્રાન્સફર તરીકે કેન્દ્રને રૂ. 87,416 કરોડ આપવામાં આવ્યા હતા. અગાઉ 2018-19માં RBI દ્વારા કેન્દ્રને સૌથી વધુ 1.76 લાખ કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપવામાં આવ્યા હતા.

RBI board  : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 608મી બેઠક આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક દૃષ્ટિકોણની સમીક્ષા કરી, જેમાં આઉટલૂકના જોખમો પણ સામેલ છે. બોર્ડે એપ્રિલ 2023-માર્ચ 2024 દરમિયાન રિઝર્વ બેંકની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી અને વર્ષ 2023-24 માટે રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી હતી. સમિતિએ ભલામણ કરી છે કે આકસ્મિક જોખમ બફર (CRB) હેઠળ જોખમની જોગવાઈ આરબીઆઈની બેલેન્સ શીટના 6.5 થી 5.5 ટકાની રેન્જમાં જાળવવામાં આવે.

RBI board

RBI board  : કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજકોષીય ખાધ અથવા ખર્ચ અને આવક વચ્ચેના અંતરને રૂ. 17.34 લાખ કરોડ (જીડીપીના 5.1 ટકા) પર રાખવાનું લક્ષ્ય રાખે છે. 2024-25ના વચગાળાના બજેટમાં સરકારે RBI અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 1.02 લાખ કરોડની ડિવિડન્ડ આવકનો અંદાજ મૂક્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો