Home Breaking News RBI 2000 Rupee : કોણ છે તે લોકો… જેમની પાસે 2000 રૂપિયાની...

RBI 2000 Rupee : કોણ છે તે લોકો… જેમની પાસે 2000 રૂપિયાની 8897 કરોડ રૂપિયાની નોટ છે

0
614
RBI 2000 Rupee
RBI 2000 Rupee

RBI 2000 Rupee Notes Deta : દેશમાં વર્ષ 2023માં 19મી મેએ નોટબંધી એટલે કે રૂપિયા 2000ની નોટો ચલણમાંથી બહાર કરાયાને 8 મહિના વિતી ગયા છે, તેમ છતાં હજુ પણ 8897 કરોડ રૂપિયાની નોટો માર્કેટમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સરકારના અથાગ પ્રયાસ અને જાગૃતિ છતાં પણ હુજ સુધી 2.50 ટકા બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી નથી. આરબીઆઈએ જાન્યુઆરી-2024ના અંત સુધીમાં 2000ની કેટલી નોટો પરત ફરી છે, તે અંગેનો ડેટા બહાર પાડ્યો છે.

RBI 2000 Rupee : 2000ની 97.50 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી

RBI 2000 Rupee

આરબીઆઈના જણાવ્યા મુજબ 31 જાન્યુઆરી-2024 સુધીમાં ચલણમાંથી બહાર કરાયેલી 2000ની 97.50 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે, જ્યારે 2.50 ટકા નોટો એટલે કે 8897 કરોડ રૂપિયા હજુ પણ સિસ્ટમમાં પરત આવ્યા નથી. ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેંકે ગત વર્ષે 2000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. તે દરમિયાન 19 મે-2023 સુધીમાં 2000ની નોટોના કુલ 3.56 લાખ કરોડ રૂપિયા ચલણમાં હતાં.

RBI 2000 Rupee : 2018-19થી 2000ની નોટો છાપવાની બંધ

RBI 2000 Rupee

RBIએ રૂ.2000ની નોટો વર્ષ 2018-19થી છાપવાની બંધ કરી દીધી છે. જ્યારે 2021-22માં રૂ.2000ની 38 કરોડ મૂલ્યની નોટો નષ્ટ કરવામાં આવી હતી. 2016માં નોટબંધી બાદ રૂ.2000ની નોટો માર્કેટમાં આવી હતી. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી અને તેના સ્થાને નવા પેટર્નની 500 અને 2000 રૂપિયાની નોટ જારી કરી હતી. 

RBI 2000 Rupee : મે મહિનામાં સરકારે નિર્ણય લીધો હતો

RBI 2000 Rupee

ભારતીય રિઝર્વ બેન્કે 19 મે-2023માં સૌથી મોટી કરન્સી 2000 રૂપિયાની નોટ પર નિર્ણય લીધો હતો. આને 2000 રૂપિયાની નોટ પરત કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર-2023 સુધી નક્કી કરાઈ હતી, જોકે ત્યારબાદ ફરી ડેડલાઈનમાં રાહત આપતા 8 ઓક્ટોબરથી નોટો લેવાનું શરૂ કર્યું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. 

RBI 2000 Rupee : 2016માં રિઝર્વ બેન્કે આ નોટ બહાર પાડી હતી

RBI 2000 Rupee

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધી (Demonetisation)નું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવું પડ્યું હતું. 

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે