
Ranveer Singh Deepfake Video: અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદન્ના બાદ રણવીર સિંહ પણ ડીપ ફેક વીડિયોનો શિકાર બન્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. આ રણવીર સિંહનો Deepfake Video છે, જેની સામે તેણે FIR દાખલ કરી છે.

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે પોતાના ડીપ ફેક વીડિયોને લઈને મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. રણવીર સિંહની તાજેતરમાં વારાણસીની મુલાકાત બાદ આ વીડિયો સામે આવ્યો છે. ત્યાં તેણે અભિનેત્રી કૃતિ સેનન સાથે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું હતું. બાદમાં રણવીર સિંહે બનારસ શહેર સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા. પરંતુ ડીપફેક ટેક્નોલોજી દ્વારા આ વિડીયોને અગલ રાજકીય એન્ગલથી દર્શાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં AI ની મદદતી રણવીરને કોંગ્રેસના પક્ષમાં વોટ આપવા માટે અપીલ કરતો જોવા મળે છે.
Ranveer Singh Deepfake Video: રણવીરે નોંધાવી FIR
રણવીર સિંહે હાલમાં જ એક પોસ્ટ શેર કરીને ફેન્સને ચેતવણી આપી હતી. તેના વાયરલ ડીપ ફેક વિડીયો પર પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું હતું – મિત્રો, ડીપ ફેકથી બચો. તે જ સમયે, હવે અભિનેતાએ આ મામલે કાનૂની સહારો લીધો છે. રણવીર સિંહના પ્રવક્તાએ કહ્યું, “હા, અમે પોલીસ ફરિયાદ અને એફઆઈઆર એ સોશિયલ મીડિયા હેન્ડલ સામે નોંધાવી છે જ્યાંથી રણવીર સિંહનો AI જનરેટર વીડિયો શેર કરવામાં આવ્યો હતો.”
રણવીરની આગામી ફિલ્મો | Ranveer Singh’s upcoming movies
રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેતા રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ફરી એકવાર સિમ્બાની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં સિંઘમ અગેઈન શૂટિંગના તબક્કામાં છે. રણવીર સિંહ સિવાય આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અજય દેવગન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને કરીના કપૂર ખાન પણ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો