Shimla Cloud Burst: મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનના તમામ અહેવાલો વચ્ચે હવે હિમાચલ પ્રદેશમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ રામપુરના ઝાકરીમાં સમેજ ખાડમાં પાણી ભરાઈ ગયા હતા. આ પૂરમાં 20 લોકો લાપતા હોવાના અહેવાલ છે.
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. અહીં શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યું (Shimla Cloud Burst) છે. વાદળ ફાટ્યા બાદ રામપુરના ઝાકરીના સમેજ ખાડમાં પૂર આવ્યું હતું. આ ઘટના ગુરુવારે સવારે પ્રકાશમાં આવી હતી. આ માહિતી શિમલા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળી છે.

ઘણી જગ્યાએ રસ્તો બંધ હોવાને કારણે તેઓ બે કિલોમીટર ચાલીને સાધનો સાથે સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે રાહત કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રેસ્ક્યુ ટીમમાં ITBP અને સ્પેશિયલ હોમગાર્ડ ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે. કે તમામ ટીમો સાથે મળીને બચાવ કામગીરીમાં લાગી છે.
હિમાચલમાં એલર્ટ
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં તોશ નાળામાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરને પગલે એક ફૂટબ્રિજ અને દારૂની દુકાન સહિત ત્રણ હંગામી દુકાનો ધોવાઈ ગઈ હતી. આ ઘટના મણિકરણના તોશ વિસ્તારમાં બની હતી. અગાઉ સોમવારે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું હતું કે આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશમાં ચોમાસાની પ્રવૃત્તિની તીવ્રતા અને વિતરણમાં વધારો થવાની સંભાવના છે. આગામી 4-5 દિવસમાં ચોમાસાની પ્રવૃત્તિની તીવ્રતા અને વિતરણમાં વધારો થવાની સંભાવના છે, જેમાં અલગ અલગ વાવાઝોડા અથવા વીજળીના ચમકારા સાથે વ્યાપકથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

હાલ ડીસી શિમલા અનુપમ કશ્યપ અને એસપી શિમલા સંજીવ ગાંધી ઘટનાસ્થળે છે. અહીં બે લોકોના મોત થયા છે, જ્યારે 35 લોકો ગુમ છે. શિમલા જિલ્લાને અડીને આવેલા નિર્મંદના બાગીપુલમાં 7 લોકો લાપતા છે. શિમલાના એસપીએ બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. બે લોકોના શરીરના અંગો મળી આવ્યા છે. NDRFની ટીમો પણ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગી છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ એનડીએસઆરએફની ટીમ, પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. માહિતી મુજબ વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાંથી લોકો ગુમ થયા હોવાની માહિતી છે. ઘણી જગ્યાએ રસ્તો બંધ હોવાને કારણે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે સાધનો સાથે બે કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું.
Shimla Cloud Burst: રાહત કાર્ય તાત્કાલિક શરૂ
ડીસી અનુપમ કશ્યપે જણાવ્યું કે રાહત કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રેસ્ક્યુ ટીમમાં ITBP અને સ્પેશિયલ હોમગાર્ડ ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તમામ ટીમો સાથે મળીને બચાવ કાર્યમાં કામ કરી રહી છે. બચાવ કામગીરીમાં એમ્બ્યુલન્સ સહિત તમામ પાયાની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એડિશનલ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસ, હોમગાર્ડ, ફાયર બ્રિગેડ, સુન્ની ડેમ મેનેજમેન્ટ અને અન્ય વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગુમ થયેલા (Shimla Cloud Burst) 32 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો