IPLના ઈતિહાસમાં સૌથી વધુ ૭ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો વિરાટ કોહલી

0
42

IPL જ્યારથી શરુ થઇ છે, ત્યારથી એક ખિતાબ પોતાના નામે કરવાનો સપનું જોઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સપનું આ વખતે પણ ચકનાચૂર થઇ ચૂક્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી ટ્રોફી જીતવાનું આરસીબીનું સપનું હજુ પણ અધૂરું છે. જોકે ટુર્નામેન્ટમાંથી બહાર થયા હોવા છતાં આરસીબીના સ્ટાર બેટ્સમેન અને રનમશીન વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. આઈપીએલ-૨૦૨૩ની લીગ સ્ટેજની છેલ્લી મેચમાં સદી ફટકારીને વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલી આઈપીએલમાં અત્યારસુધી ૭ સદી ફટકારી છે. આમ કોહલીએ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. ગેલે આઈપીએલમાં ૬ સદી ફટકારી છે. આમ કોહલીએ T20 ક્રિકેટમાં કુલ 8 સદી ફટકારી છે.