raju karapda: ર્બોટાદ કડદા કાંડમાં જેલમાં બંધ આપ નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે, બંને નેતાઓ પર સોશિયલ મીડિયા પર વિડીયો મુકવાના આરોપો લાગ્યા છે, શું છે સમગ્ર વિગત આવો વિગતવાર જોઈએ ,

raju karapda: બોટાદ જિલ્લાના કડદા ગામ કાંડમાં નવા વળાંક આવ્યા છે. ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ પહેલેથી જ જેલમાં છે, પરંતુ હવે તેમના વિરુદ્ધ વધુ બે નવી ફરિયાદો નોંધાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
raju karapda: મળતી માહિતી મુજબ, બોટાદના કડદા કાંડ દરમિયાન પોલીસ અને વહીવટી તંત્ર સામે ખેડૂતોના હકોની માંગણી માટે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 85 લોકોને વિરુદ્ધ કેસ નોંધાયો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા 38 લોકોની જેલ ટ્રાન્સફર ભાવનગરથી રાજકોટ કરવામાં આવી હતી, જ્યારે બાકીના ખેડૂતોને અમરેલી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેમ છતાં, હવે જેલમાં રહેલા રાજુ કરપડા અને પ્રવીણ રામ પર નવા આરોપો ઉમેરાયા છે. જેલમાં હોવા છતાં બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ વિડીયો દ્વારા તેઓએ લોકોમાં અસંતોષ ફેલાવવાનો અને તંત્ર વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.

raju karapda: ભાવનગર જિલ્લા જેલ તંત્રએ આ મામલે તપાસ હાથ ધરી
raju karapda: ભાવનગર જિલ્લા જેલ તંત્રએ આ મામલે તપાસ હાથ ધરી છે અને વિડીયો પોસ્ટ કરવા પાછળ કોનો હાથ છે તે શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. જેલ નિયમો મુજબ, કોઈપણ કેદીને મોબાઇલ ફોન કે સોશિયલ મીડિયા ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ સંજોગોમાં આ વિડીયો કેવી રીતે પોસ્ટ થયો તે એક મોટો સવાલ બની રહ્યો છે.
જેલ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં કેટલાક ટેકનિકલ પાસાઓ સામે આવ્યા છે, જેની પુષ્ટિ માટે સાયબર ક્રાઈમ વિભાગની મદદ લેવામાં આવશે. જો સાબિત થશે કે વિડીયો જેલમાંથી જ પોસ્ટ કરવામાં આવ્યો છે, તો બંને નેતાઓ વિરુદ્ધ વધુ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

આ કેસ પછી રાજકીય ગરમાવો પણ વધ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દાવો કર્યો છે કે સરકાર ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવનાર નેતાઓને દબાવવા માટે સતત નવા કેસો ખોલી રહી છે. બીજી તરફ તંત્રનો દાવો છે કે કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.
raju karapda: આ સમગ્ર ઘટના બાદ બોટાદ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે જોવાનું રહ્યું કે જેલમાં રહેલા નેતાઓ પર દાખલ થયેલી નવી ફરિયાદો પછી શું નવું વળાંક આવે છે અને તપાસમાં કઈ નવી વિગતો બહાર આવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :womaninblue : ભારતની મહિલા ક્રિકેટ ટીમે 1 વાર ઈતિહાસ સર્જ્યો , જે રોહિત શર્મા ના કરી શક્યો તે હરમન પ્રીતે કરી બતાવ્યું
#rajukarpada#parvinram#aamadamiparty




