હનુમાન જયંતિની શોભાયાત્રાની સુરક્ષા માટે તિસરી આંખનો ઉપયોગ કરતી રાજકોટ પોલીસ

0
135

રામનવમીના દિવસે વડોદરામાં બનેલી ઘટનાને પગલે રાજકોટ પોલીસ હનુમાન જયંતિના દિવસે ખૂબ સતર્ક જોવા મળી હતી. અને સઘન બંદોબસ્ત સાથે શોભાયાત્રાનાં રૂટ પર ડ્રોન કેમેરાની મદદથી સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હનુમાનજીની આ શોભાયાત્રામાં ‘જય શ્રીરામ’ના નારા ગુંજી ઉઠતા ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ શહેરમાં હનુમાનજયંતીના નિમિત્તે રામનાથપરાથી ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં તાજેતરમાં વડોદરામાં બનેલ અઘટીત ઘટનાને લઈ રાજકોટમાં હનુમાનજયંતિની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી શોભાયાત્રાના રૂટ ઉપર સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના અધિકારીઓ તેમજ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરા તેમજ સીસીટીવીની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.