Rajkot news:રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને સર્વિસ રાઈફલથી આત્મહત્યા કરી, સારવાર દરમિયાન મોત

0
104
Rajkot
Rajkot

Rajkot news:રાજકોટ શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ બજાવતા SRP જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી. મૃતક જવાનની ઓળખ ગજુભા જિલુભા રાઠોડ (ઉંમર 50) તરીકે થઈ છે.

Rajkot news

Rajkot news: શું સે આખી ધટના

માહિતી મુજબ ઘટના ગુરુવારે રાત્રે (11 ડિસેમ્બર) બની હતી. ફરજ દરમિયાન ગજુભાએ છાતીમાં ગોળી મારી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું.

આત્મહત્યાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળેલી નથી. પ્રાથમિક તપાસ મુજબ કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી.

Rajkot news

ગજુભા મૂળ કચ્છના રહેવાસી હતા અને તેમને બે દીકરીઓ છે. તેઓ SRP ગ્રુપ 13Cમાં સેવા આપતા હતા અને રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં તેમની તૈનાતી થયા બાદ માત્ર ચાર મહિના જ થયા હતા.

પોલીસે ઘટનાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Goa Fire Tragedy: ગોવા અગ્નિકાંડમુખ્ય આરોપી લુથરા બંધુઓ થાઈલેન્ડમાં ધરપકડ, રોહિણી કોર્ટએ આગોતરા જામીન ફગાવ્યા