RAJKOT LOKSABHA : રૂપાલા-ધાનાણીને ચૂંટણી પંચે આપી ફટકાર,  ચૂંટણી ખર્ચ પર ૨ દિવસમાં જવાબ આપવા આદેશ  

0
123
RAJKOT LOKSABHA
RAJKOT LOKSABHA

RAJKOT LOKSABHA : રાજકોટ લોકસભા બેઠક પર આગામી તારીખ 7 મેના મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણીખર્ચ રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ એમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરો ખર્ચ રજૂ કરવામાં ન આવતાં કલેકટર દ્વારા બન્ને ઉમેદવારને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આ નોટિસનો 2 દિવસમાં જવાબ આપવાનો આદેશ અપ્યો છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે 7 અપક્ષ ઉમેદવારે પોતાનો સમગ્ર ખર્ચ રજૂ કરી દીધો છે.

RAJKOT LOKSABHA

RAJKOT LOKSABHA :  સૌથી વધુ રૂપાલાનો ખર્ચ

RAJKOT LOKSABHA


RAJKOT LOKSABHA :  રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ સૌથી વધુ ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. અત્યારસુધીમાં રૂપાલાએ રૂ. 16.66 લાખનો ખર્ચ કર્યો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રૂ. 5.46 લાખનો ખર્ચ કર્યો છે. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે 29,150નો ખર્ચ કર્યો છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 25,850, 52,075, 26,300, 26,800, 34,861 અને 25,750નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઉમેદવારોએ પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બતાવ્યો છે

RAJKOT LOKSABHA

RAJKOT LOKSABHA : બે દિવસમાં હિસાબ આપવા આદેશ


RAJKOT LOKSABHA : જ્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એજન્ટ દ્વારા હિસાબી રજિસ્ટરમાં અમુક કાર્યક્રમના હિસાબ નોંધેલા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના એજન્ટ દ્વારા હિસાબ રજૂ કરવામાં વધુ 3 દિવસની મુદત માગવામાં આવી હતી. જોકે તેમની માગણી ફગાવી દેવામાં આવી છે. સમયસર ચૂંટણીખર્ચનો હિસાબ રજૂ ન કરતાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારને કલેક્ટર પ્રભવ જોષી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસનો 2 દિવસમાં જવાબ રૂપે સમગ્ર ચૂંટણીખર્ચ દર્શાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો