Rajkot : રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને શિક્ષિકાએ ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડી હોવાના આરોપ લાગ્યા છે. 11 એપ્રિલના રોજ શાળાએથી બાળકી ઘરે પહોંચીને માતાને ગુપ્તાંગમાં થતા દુખાવા અંગે જણાવ્યું હતુ. જે બાદ બાળકીને અસહ્ય પીડા થતી હોવાના કારણે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં મિત્તલબેન નામનાં શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે મૂંઢ ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે. તો સ્કૂલે પણ 11 એપ્રિલના ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી છે. આજે NSUI દ્વારા સ્કૂલે પહોંચીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં NSUIએ શિક્ષિકાની ધરપકડ કરી અને સ્કૂલ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર મામલો ઉગ્ર બને તે પહેલા જ હાજર પોલીસે ટીંગાટોળી સાથે ત્રણ કાર્યકરની અટકાયત કરી લીધી હતી.

Rajkot : ગુજરાતમાં દિવસે દિવસે શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓને સુરક્ષાના બણગા ફૂંકવામાં આવતા હોય તેવુ લાગી રહ્યું છે. તેને જીવતું જાગતું ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને શિક્ષિકાએ ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડી હોવાના આરોપ લાગ્યા છે.
Rajkot: 4 વર્ષની બાળકીને ગુપ્તાંગમાં ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ

11 એપ્રિલના રોજ શાળાએથી બાળકી ઘરે પહોંચીને માતાને ગુપ્તાંગમાં થતા દુખાવા અંગે જણાવ્યું હતુ. જે બાદ બાળકીને અસહ્ય પીડા થતી હોવાના કારણે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. છેલ્લા 6 દિવસથી બાળકીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોએ શાળામાં કરતા સંચાલક શાળાનો લૂલો બચાવ કરી રહ્યાં છે. તેમજ શાળા CCTV ફુટેજ ન બતાવ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
Rajkot: ઈજાગ્રસ્ત બાળકી 6 દિવસથી સારવાર હેઠળ
કર્ણાવતી શાળામાં બાળકી પર અમાનવીય વર્તન કરનાર શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. શિક્ષિકા મિતલબેન વિરુદ્ધ પોક્સ અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. વિદ્યાર્થિનીની માતાએ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે નર્સરીની શિક્ષિકાએ તેની બાળકીના ગુપ્તભાગે ઈજા પહોંચાડી હતી. જેના પગલે બાળકી અસહ્ય દુખાવો થતા છેલ્લા 6 દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હાથ ધરવામાં આવી છે.
Rajkot: શાળાએ ક્લાસના CCTV કર્યા જાહેર

ઉલ્લેખનીય છે કે કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકી સાથે થયેલી ક્રૂરતાની ઘટનામાં શાળા દ્વારા હવે સના CCTV જાહેર કરવામાં આવ્યા છે. 11 એપ્રિલે બાળકી જ્યાં બેઠી હતી ત્યાં જ બેઠી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિક્ષિકા પણ બાળકીની નજીક ન ગયાનો સંચાલકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. નર્સરીની બાળકીને શિક્ષિકાએ ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડ્યાનો આરોપ છે. શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. શિક્ષિકા મિત્તલ બહેન વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
શાળાની માન્યતા રદ કરવાની માગ
Rajkot: જો કે હેવાનિયતની હદ વટાવતી ઘટનાના પગલે રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. જેના પગલે NSUIના કાર્યકરોએ કર્ણાવતી સ્કૂલ ખાતે હોબાળો મચાવ્યો છે. બાળકીને ન્યાય માટે કર્ણાવતી સ્કૂલ ખાતે NSUIએ વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલની માન્યતા રદ કરવા અંગે પણ માગ કરવામાં આવી છે. જો કે આ ઘટના બનતા કર્ણાવતી સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગઠબંધનમાં તિરાડ ? | Power Play 1876 | VR LIVE
પત્ની બની નાગીન: પતિને મારવા ખરીદ્યો સાપ, ખૂની પત્નીનો પ્લાન નિષ્ફળ ગયો