Rajiv Modi: રાજીવ મોદી બેલ્જીયમ કાંડની અસર, IRM-એનર્જીના ચેરમેન બાદ સીઈઓનું રાજીનામું

0
298
Rajiv Modi: રાજીવ મોદી બેલ્જીયમ કાંડની અસર, IRM-એનર્જીના ચેરમેન બાદ સીઈઓનું રાજીનામું
Rajiv Modi: રાજીવ મોદી બેલ્જીયમ કાંડની અસર, IRM-એનર્જીના ચેરમેન બાદ સીઈઓનું રાજીનામું

Rajiv Modi: ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ કેડીલા ગ્રુપના ચેરમેન રાજીવ મોદી ઉપર બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પીછો છોડવાનું નામ નથી લઇ રહી. ત્યારે રાજીવ મોદીની કંપનીમાં ચાલતી અનેક ગેરરીતિઓ સામે આવી છે.

1 85
Rajiv Modi: રાજીવ મોદી બેલ્જીયમ કાંડની અસર, IRM-એનર્જીના ચેરમેન બાદ સીઈઓનું રાજીનામું

વહીવટી બાબતોમાં બધું બરોબર ના હોવાની વાતો સામે આવતા કેડીલા જૂથની ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની IRM એનર્જીના ટોચના અને મહત્વના અધિકારીઓ રાજીનામું આપીને કંપની સાથેનો છેડો ફાડી રહ્યા છે. 8 જુલાઈએ IRMના ચીફ્ એક્ઝિક્યુટિવ ઓફ્સિર કરણ કૌશલે રાજીનામું આપ્યું છે. થોડા દિવસો પહેલા કંપનીના ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગુજરાતના પૂર્વ IAS અધિકારી મહેશ્વર સાહુએ પણ કંપની છોડી દીધી હતી.

મહેશ્વર સાહુએ પોતાની ટર્મને રીન્યુ ન કરવા અંગે પહેલાથી જ જાણ કરી દીધી છે. સાહુ ટૂંક સમયમાં વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં જોડાશે. પોતાના રાજીનામામાં કરણ કૌશલે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે વધુ સારી તકોને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

Rajiv Modi: કોણે કંપની સાથે છેડો ફાડ્યો

મહેશ્વર સાહુ – ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

કરણ કૌશલ – ચીફ્ એક્ઝિક્યુટિવ ઓફ્સિર (CEO)

શિખા જૈન – કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફ્સિર

ગીતા ગોરડિયા – ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર

સ્વાતી ગોતી – GA હેડ, દીવ અને ગીર સોમનાથ

માનસ ખૈરે – એક્ઝિ. વાઇસ પ્રેસિડેન્ટ, CNG પ્રોજેક્ટ્સ અને ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટ

આ ઉપરાંત IRM એનર્જીના કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફ્સિર શિખા જૈને અન્ય જગ્યાએ કેરિયર ગ્રોથનું કારણ આપી 4 જૂને રાજીનામું આપ્યું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો