Rajasthan Assembly Election 2023: રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો માટે મતદાન

0
81
Rajasthan Assembly Election
Rajasthan Assembly Election

Rajasthan Assembly Election 2023 : રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 માટે મતદાન ચાલી રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચૂંટણીમાં મોટી જીતના દાવા કરી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, કેરળની જેમ આ વખતે પણ રાજસ્થાનમાં સતત બીજી વખત જીત નોંધાવીને ઈતિહાસ રચીશું. તે જ સમયે, રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે ભાજપને મોટા માર્જિનથી જીતવામાં મદદ કરવા માટે જનતાને અપીલ કરી હતી.

Rajasthan Assembly
Rajasthan Assembly Election 2023

  • રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન (Voting) ચાલી રહ્યું છે અને ઘણા દિગ્ગજોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પૂર્વ સીએમ અને ઝાલરાપાટન વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર વસુંધરા રાજેએ ઝાલાવાડના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તે જ સમયે, કોંગ્રેસના નેતા સચિન પાયલટે જયપુરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. સચિન પાયલટ ભાજપના અજીત સિંહ મહેતા સામે મેદાનમાં છે.
  • ગંગાનગર જિલ્લાના કરણપુર વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના અવસાનને કારણે અહીં પછીથી મતદાન થશે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ સાથે જ 6 નાની પાર્ટીઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
  • રાજસ્થાનમાં મતદાન માટે કુલ 51,890 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો 1862 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. મતદારોમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 યુવા મતદારોનો સમાવેશ થાય છે, જેમાં 18-19 વર્ષની વયજૂથના 22,61,008 નવા મતદારોનો સમાવેશ થાય છે.
  • કોંગ્રેસ તરફથી આ વખતે પણ જે નેતાઓ ચૂંટણી (Rajasthan Assembly Election) માં નસીબ અજમાવી રહ્યા છે તેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી, મંત્રીઓ શાંતિ ધારીવાલ, બીડી કલ્લા, ભંવર સિંહ ભાટીનો સમાવેશ થાય છે. સાલેહ મોહમ્મદ, મમતા ભૂપેશ, પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, રાજેન્દ્ર યાદવ, શકુંતલા રાવત, ઉદય લાલ અંજના, મહેન્દ્રજીત સિંહ માલવિયા અને અશોક ચંદનાનો સમાવેશ થાય છે.
  • BJPના મુખ્ય ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, વિપક્ષના ઉપનેતા સતીશ પુનિયા અને સાંસદ દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, બાબા બાલકનાથ અને કિરોરી લાલ મીના મેદાન છે. આ વખતે રાજસ્થાન ચૂંટણી જીતવા માટે ભાજપે પણ ઘણા સાંસદોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપે 6 સાંસદો અને એક રાજ્યસભાના સભ્ય સહિત 59 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. તે જ સમયે, કોંગ્રેસે 7 અપક્ષ ધારાસભ્યો અને ભાજપના એક ધારાસભ્ય – શોભારાણી કુશવાહ (જેને ગયા વર્ષે ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા) સહિત 97 ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.