ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો-અમદાવાદમાં ઠંડક

1
48
ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો-અમદાવાદમાં ઠંડક
ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો-અમદાવાદમાં ઠંડક

ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી અને ઠંડક સાથે વરસાદી અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો તે પ્રમાણે એસ.. જી. હાઇવે સહિતના પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા એક મહિનાથી જયારે વરસાદે હાથ તાળી આપી હતી ત્યારથી શહેરીજનો ગરમીથી પરેશાન હતા. વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી અને શહેરીજનો ખુશ જોવા મળ્યા. સમગ્ર રાજ્યમાં ૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ લાંબા સમયની વિરામ બાદ ગાંધીનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. રાજ્યના પાટનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.કાળા ડિબાંગ વાદળા સાથે વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ અને ગાંધીનગરવાસીઓ ભીંજાયા હતા .આશરે 1 માસ બાદ પાટનગરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી.સવારથી જ વાતાવરણમાં ભારે બફાટ ઉકળાટ સાથે જોવા મળ્યો હતો ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબક્યો હતો.

3

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ચોમેર વરસાદી માહોલ છે. આગામી ૧૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધી ચાલુ રહેશે. 10 સપ્ટેમ્બર પછી વરસાદી સિસ્ટમ પૂર્વવત થશે. જેનાથી ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ થશે. 14 સપ્ટેમ્બર સુધી વાતાવરણમાં નવી સિસ્ટમ બનશે, જે મધ્ય પ્રેદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે.તેના બાદ 22 સપ્ટેમ્બર બાદ ફરી એક સિસ્ટમ બનશે, જેનાથી પણ ગુજરાતમાં વરસાદ લાવશે. આમ ગાયબ થયેલું ચોમાસું ગુજરાતમાં ફરી આવશે. તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમના કારણે વરસાદ આવશે.

આપને જણાવી દઈએ કે ઓગસ્ટમાં વરસાદી માહોલ જાણે ગાયબ થયો હોય તેવો માહોલ સર્જાયો અને ચિંતાઓ પણ વધી હતી. ખેડૂતોએ મેઘરાજાની પધરામણી થશે તે આશા હતી તેજ પ્રમાણે રાજ્યમાં વરસાદ ફરી એક વાર સટાસટી બોલાવશે તેવા એંધાણ મળી રહ્યા છે . કારણકે આગામી સમયમાં બંગાળની ખાદીમે વધુ એક લો પ્રેશર તૈયાર થઇ રહ્યું છે.  સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તે મુજબ વાતાવરણ વરસાદી બન્યું છે . વરસાદના  ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી રહ્યા છે. ગઈકાલથી બનેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં અસર જોવા મળી છે અને રાજ્યમાં અનેક જગ્યાએથી વરસાદ પડવાના સમાચાર મળી રહ્યા છે . હવામાન નિષ્ણાંત ના મત મુજબ સપ્ટેમ્બરમાં વરસાદ આવશે તે પ્રમાણે લગભગ ગઈકાલ રાતથી જ મેઘરાજાની પધરામણીના સમાચાર મળી રહ્યા છે.

3 1

MP-ગુજરાત સહિત 3 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આગાહી પ્રમાણે

મહારાષ્ટ્રના 8 જિલ્લામાં યલો એલર્ટ

હિમાચલમાં ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે બંધ

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, ધુલે, જલગાંવ અને નાસિક જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસારી પાસે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે નેશનલ હાઈવે 5 બંધ થઈ ગયો હતો.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.