Rainfall Forecast: શ્રાવણ માસમાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં 21 થી 26 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, આ આગાહીને પગલે આજે પણ ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
ઓગસ્ટનો મહિનો હવે અંતની અણીએ છે ત્યારે સમગ્ર દેશમાં ભારે વરસાદનો સિલસિલો હજુ યથાવત્ છે. હવામાન વિભાગે રવિવારે ફરી એકવાર લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું. જેમાં ગુજરાત સહિત લગભગ 9 જેટલાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે, આજે ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે, આજે ભરૂચ, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે, આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ વાત છે કે, આજે 21 જિલ્લામાં અને ત્રણ સંઘ પ્રદેશમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે 8 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Rainfall Forecast: રાજ્યમાં વરસાદના હાલ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. પાંચ દિવસની આગાહીમાં શરૂઆતના બે જ દિવસમાં રાજ્યમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં મેઘો મનમુકીને વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડા, પારડીમાં 12-12 ઇંચ વરસાદે તબાહી મચાવી છે.
Rainfall Forecast: સૌથી વધુ વાપીમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો કપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. વાત કરીએ સુરતના ઉમરપાડાની તો ત્યાં સાડા 12 ઈંચ વરસાદ પડ્યો છે. ખેરગામમાં સાડા 11 ઈંચ, ધરમપુરમાં 9 ઈંચ, વિજાપુરમાં સવા 8 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, સોનગઢમાં સાડા 7 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ,
વ્યારામાં સાડા 6 ઈંચ, માંગરોળમાં 6 ઈંચ, વાંસદામાં પોણા 6 ઈંચ, કપડવંજમાં પોણા 6 ઈંચ, સાગબારામાં સાડા 5 ઈંચ, વઘઈમાં સાડા 5 ઈંચ, આહવામાં સાડા 5 ઈંચ, સુબિરમાં સવા 5 ઈંચ, કડીમાં 5 ઈંચ, ગરબાડામાં સાડા 4 ઈંચ, માણસામાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સિઝનનો અત્યાર સુધીમાં 75 % વરસ્યો વરસાદ
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 74.68 % વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 88.97 % વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.26 % વરસાદ પડ્યો છે. તો મધ્ય ગુજરાતમાં 59.22 % અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 % વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો