RAIN UPDATE : ગીર સોમનાથમાં મેઘરાજાનો તાંડવ, સાડા 6 ઇંચ વરસાદ નોંધાયો, જાણો રાજ્યમાં અન્ય ક્યાં જગ્યાએ વરસાદની સ્થિતિ  

0
122
RAIN UPDATE
RAIN UPDATE

RAIN UPDATE : ગુજરાતભરમાં હાલ ચોમાસુ સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

RAIN UPDATE

હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.  પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામા આવી છે. અમરેલી,ભાવનગર,  સાબરકાંઠા, બનાસકાંઠા,  પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.

RAIN UPDATE :  ગીર સોમનાથમાં મેઘરાજાનો તાંડવ

RAIN UPDATE

આજે સવારે રાજ્યમાં વિરામ કર્યા બાદ બપોર પછી મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી છે. છેલ્લા બે  કલાકમાં 37 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સવારથી ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગીર સોમનાથ જીલ્લમાં આજે કુલ સાડા છ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે

આજે બપોરે 2 થી 4 દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 56 મીમી, સુત્રાપાડામાં 31 મીમી, પાટણ-વેરાવળમાં 22 મીમી અને તલાલામાં 17 મીમી, મેંદરડામાં 39 મીમી, ઈડરમાં 31 મીમી, મોરવા (હડફ)માં 29 મીમી, જુનાગઢ અને જુનાગઝ શહેરમાં 23 મીમી, દિયોદરમાં 20 મીમી વરસાદ નોંધાયો છે.

RAIN UPDATE :   બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન

RAIN UPDATE

બનાસકાંઠામાં ગતરોજ અંબાજી પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા, અંબાજીના રસ્તાઓ પાણીમાં તરબોળ થઇ ગયા હતા ત્યારે આજે અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. પવનના સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેમજ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

RAIN UPDATE :   કચ્છમાં પણ મેઘરાજાની પધરામણી

RAIN UPDATE

કચ્છના ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં મેઘરાજાએ દસ્તક દીધી હતી. મંગળવારની રાત્રે 97 MM એટલે કે લગભગ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અસહ્ય ગરમી અને ઉકાળટ વચ્ચે ગાંધીધામમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળ્યું હતું.

RAIN UPDATE :  NDRF ની ટીમ એક્ટીવ મોડમાં

ndrf

ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

RAIN UPDATE :  ક્યાં અને ક્યારે વરસાદની આગાહી ?

27 જૂન: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.

28 જૂન: સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.

29 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.

30 જૂન: નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો