RAIN UPDATE : દક્ષિણમાં આજે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા જીલ્લામાં પડશે વરસાદ  

0
194
RAIN UPDATE
RAIN UPDATE

RAIN UPDATE : રાજ્યમાં ચોમાસું બેસી ગયે 10 દિવસ જેટલો સમય થઇ ગયો છે, તો પણ હજુ ચોમાસાએ આખા ગુજરાતને કવર કરી શક્યું નથી , હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વરસાદની રાહ જોઈને બેઠું છે, જોકે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ કરીને ખેડૂતોને રાજી કરી દીધા છે, હવે મેઘરાજા જલ્દી આ મહેર ઉત્તર અને મધ્ય ગુજરાત પર કરે તેવી આશા રાખીને ખેડૂતો બેઠા છે.      

RAIN UPDATE

RAIN UPDATE :  રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે પરંતુ હજુ પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો નથી. હજુ અનેક જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં વિધિવત્ પ્રવેશ્યા બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગતરાત્રે ભાવનગર, અરવલ્લી, છોટા ઉદેપુર, હાલોલ સહિતમાં વરસાદ વરસ્યો હતો.

RAIN UPDATE

RAIN UPDATE :  હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે . આ ઉપરાંત આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના પણ  હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. તાપીના કુકરમુંડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

RAIN UPDATE :  આજે ક્યાં પડશે વરસાદ ?

RAIN UPDATE

RAIN UPDATE :  રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી પાંચ દિવસમાં વેગ પકડી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. આગામી ચાર પાંચ દિવસ કેરળ, કોંકણ ગોવા,મધ્ય મહારાષ્ટ્ર અને દિલ્લીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો