Rain In Vijapur (Video): મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મેઘ તાંડવ, 7 ઈંચથી વધુ વરસાદ; મહેસાણામાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

0
158

Rain In Vijapur: ઉત્તર ગુજરાતમાં દસેક દિવસથી વરસાદ ખેંચાતા પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તા. 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થાળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં આનંદ છવાયો છે.

મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Rain In Vijapur (Video): મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મેઘ તાંડવ, 7 ઈંચથી વધુ વરસાદ; મહેસાણામાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
Rain In Vijapur (Video): મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મેઘ તાંડવ, 7 ઈંચથી વધુ વરસાદ; મહેસાણામાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Rain In Vijapur: વિજાપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ 

આજે વહેલી સવારથી પડી રહેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ​​​​​​​વિજાપુર 67 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે શુક્રવારે બનાસકાંઠામાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ઝરમરીયા વરસાદથી ઠંડક પ્રસરી હતી.

વિજાપુર શહેરમાં (Rain In Vijapur) સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 7 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.વિજાપુરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી.શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુ થી ટી.બી રોડ વિસનગર રોડ,ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા હતા.

સવારે 8 થી 10 પડેલ વરસાદના આંકડા

મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારે કાળા ડિબાંક વાદળો છવાઈ ગયા હતા.જેના પગલે જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો.જોકે સવારે 10 વાગ્યા છતાં મહેસાણા શહેરમાં અંધારા જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.જોકે વાહન ચાલકોને પણ પોતાના વાહનોની લાઈટો ચાલુ કરી બજારમાં ફરવું પડ્યું હતું. ત્યારે સવારે શાળા નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી હતી.

વિજાપુર67 મીમી
મહેસાણા26 મીમી
વિસનગર21 મીમી
વડનગર15 મીમી
ખેરાલુ10 મીમી
કડી8 મીમી
ઊંઝા7 મીમી
જોટાણા5 મીમી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો