Rain in Rajkot: અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી; મેઘરાજાની ધડબડાટી, જેતપુરમાં સૌથી વધુ વરસાદ

0
122
Rain in Rajkot: અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી; મેઘરાજાની ધડબડાટી, જેતપુરમાં સૌથી વધુ વરસાદ
Rain in Rajkot: અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી; મેઘરાજાની ધડબડાટી, જેતપુરમાં સૌથી વધુ વરસાદ

Rain in Rajkot: રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમી તેમજ ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યું હતું ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તાર અને આસપાસના પંથકની અંદર ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ મન મુકીને વરસતો જોવા મળ્યો.

Rain in Rajkot: અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી; મેઘરાજાની ધડબડાટી, જેતપુરમાં સૌથી વધુ વરસાદ
Rain in Rajkot: અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી; મેઘરાજાની ધડબડાટી, જેતપુરમાં સૌથી વધુ વરસાદ

Rain in Rajkot: ગરમીથી રાહત

રાજકોટની પ્રજા ઘણા દિવસોથી સવારથી ગરમી તેમજ બફારો સહન કરી રહ્યા હતા જ્યારે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને પ્રભુને પ્રાર્થના કરતા હતા. જેમાં રાત્રિ દરમિયાન વરસાદ મન મૂકીને ધોધમાર રીતે વરસતા લોકોને ગરમી સામે રાહત મળી છે જ્યારે ખેડૂતો વચ્ચે વાવેતર કરેલા મોલની અંદર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Rain in Rajkot: પોપટપરાનું ગરનાળુ પાણીમાં ગરકાવ

રાજકોટમાં વહેલી સવારે ખાબક્યો દોઢ ઈંચ વરસાદ બાદ પોપટપરાનું ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરાવામાં આવી છે. ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે 15 થી વધુ સોસાયટીના રહીશોના જનજીવન પર અસર થઇ છે.

જેતપુરમાં સૌથી વધુ વરસાદ

રાજકોટમાં સૌથી વધુ વરસાદ જેતપુરમાં પડ્યો હોવાની વિગતો સામે આવી છે, જ્યારે સૌથી ઓછો વરસાદ વિંછીયા વિસ્તારમાં પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 1 જુલાઈ 2024ના રોજ સવારના 06:00am વાગ્યા સુધીમાં આ સીઝનમાં પડેલ કુલ વરસાદ અંગેની રાજકોટ કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર, જેતપુરમાં સૌથી વધુ 7.5 ઇંચ (191mm) જ્યારે વિછીયામાં સૌથી ઓછો 1.5 ઇંચ (40mm) વરસાદ પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો