ગુજરાતમાં મેઘરાજાની સટાસટી

0
91
ગુજરાતમાં મેઘરાજાની સટાસટી
ગુજરાતમાં મેઘરાજાની સટાસટી

ગુજરાતના 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે . રાજ્યભરમાં મેઘરાજાની સટાસટી જોવા મળી . છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 44 તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જયારે 82 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જયારે 135 તાલુકાઓમાં 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે .

ગુજરાતમાં મેઘરાજાની સટાસટી

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજાની સટાસટી ધમાકેદાર રહી છે અને તોફાની બેટિંગ કરી રહ્યા છે . જુનાગઢ જીલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે . સમગ્ર જીલ્લા સહિત શહેરમાં રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ હતી. અંબિકા,કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટી વધી છે. અને તાપી અને મીંઢોલા નદીનું જળસ્તર પણ વધ્યું

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે . ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી છે. અમરેલીના વડિયામાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. નાજાપુર,તોરી,રામપુર,ખડખડ સહિતના ગામોમાં વરસાદની સટાસટી જામી હતી. ભારે વરસાદના પગલે વડિયાના સુરવો ડેમમાં પાણીની આવક થઇ છે સુરવો ડેમમાં માત્ર 12 કલાકમાં 13 ફૂ2 જળસપાટી વધી છે. સાબરકાંઠાના ઈડરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો હાલ વાવણીમાં લાગી ગયા છે. ઇડર નજીક કુકડીયા ગામની ગૌવાવ નદીમાં નવા નીરની આવક થતા , નદીમાં નવા નીરના ગ્રામજનોએ વધામણા કર્યા હતા.

ગુજરાતમાં મેઘરાજાની સટાસટી

મધ્યગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે . વડોદરા, આણંદ, ખેડા,મહીસાગર, અને પંચમહાલ જિલ્લામાં ખેતી લાયક વરસાદ થયો છે . કચ્છના

અંજારમાં ભારે વરસાદ ખાબક્યો છે અને સમગ્ર શહેર પાણી પાણી થયું હતું. અંજારમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યા પાણી ભરાયા હતા. આજે વહેલી પરોઢે અંજારમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા છે. છેલ્લા 24 કલાકમાં અંજારમાં 8 ઇંચ જેટલું પાણી વરસ્યું છે.

ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચથી વધુ વરસાદ થયો છે. ત્યારે સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો . ભેસાણ અને ચોટીલામાં પડ્યો સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે

વરસાદની અપડેટ જોઈએ તો

ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ

17 તાલુકાઓમાં પડ્યો 5 ઈંચ કરતા વધુ વરસાદ

જૂનાગઢ શહેરમાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ

સુરતના મહુવામાં પડ્યો સાડા સાત ઈંચ વરસાદ

તાપીના વાલોડ અને વ્યારામાં સાત ઈંચ વરસાદ

તાપીના ડોલવણમાં સાડા છ ઈંચ વરસાદ પડ્યો
મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

મચ્છુ-3 ડેમ માં 1676 ક્યુસેક પાણીની આવક

મચ્છુ-3 ડેમના 2 દરવાજા દોઢ ફૂટ ખોલાયા

મોરબીના 11 અને માળિયાના 9 ગામોને કરાયા એલર્ટ અને નદીના પટમાં ન જવા ગ્રામજનોને સૂચના આપવામાં આવી છે. મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જામનગર પંથકમાં જોવા મળી હતી મળતી માહિતી પ્રમાણે સવારે છ વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદજામનગરમાં સવા બે ઇંચ, જોડિયામાં સવા ત્રણ ઇંચ અને કાલાવડમાં સવા બે ઇંચ થયો છે ભારે વરસાદના કારણે મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવાયા, હેઠવાસના 20 ગામોને કરાયા એલર્ટહજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદ સહિત 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે . દક્ષીણ ગુજરાતના ડાંગ,વલસાડ,સુરત,તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર,ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.