દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો

0
170
Rain in Delhi broke the record of 41 years
Rain in Delhi broke the record of 41 years

દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો

અધિકારીઓની રવિવારની રજા રદ્દ

દિલ્હીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેશના 8 રાજ્યોમાં વરસાદને કારણે આ સમયે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આલમ એ છે કે આ રાજ્યોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, કેરળ, ગોવા-કર્ણાટક અને નાગાલેન્ડના નામ સામેલ છે, જેમાં ભારે વરસાદ બાદ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દિલ્હીમાં મુશળધાર વરસાદે લોકોને ગરમીથી રાહત આપી હતી, પરંતુ હવે આનંદ આપતો આ વરસાદ સજા બની રહ્યો છે. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર અનેક કિલોમીટર સુધી જામ થઈ ગયો હતો અને અનેક વાહનો અધવચ્ચે બંધ થયા  હતા. દિલ્હી NCRના આ વરસાદે છેલ્લા 41 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી પડેલા વરસાદ બાદ જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સવારથી રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી 153 મીમી વરસાદ નોંધાયો હતો, જે 41 વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ જુલાઈ 1982માં 169.9 મીમી વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિમાં 25 જુલાઈ 1982 પછી સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી પડેલા વરસાદ બાદ જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સવારથી રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી 153 મીમી વરસાદ નોંધાયો હતો, જે 41 વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ જુલાઈ 1982માં 169.9 મીમી વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિમાં 25 જુલાઈ 1982 પછી સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

દરમિયાન, હવામાન વિભાગે રવિવારે પણ દિલ્હી NCRમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. ખરાબ હવામાનને કારણે ઘણા વિસ્તારોમાં પાવર કટ અને ઈન્ટરનેટની સમસ્યા પણ થઈ રહી છે.

દિલ્હીમાં અધિકારીઓની રજાઓ રદ્દ

વરસાદને પગલે તમામ અધિકારીઓની રવિવારની રજા રદ્દ કરી દેવામાં આવી છે દિલ્હીમાં 126 મીમી વરસાદ થયો હતો. ચોમાસાના કુલ વરસાદના 15 ટકા વરસાદ માત્ર 12 કલાકમાં થયો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના મંત્રીઓ અને મેયર જે વિસ્તારોમાં મુશ્કેલી છે ત્યાં નિરીક્ષણ માટે જશે. તેમની રવિવારની રજા રદ કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ