ઠંડી સાથે ફરી વરસાદની આગાહી : અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં વરસાદની સંભાવના, સૌથી વધુ અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થશે

1
133
અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં માવઠાની સંભાવના
અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં માવઠાની સંભાવના

વરસાદની સંભાવના : ગત  અઠવાડિયે જ ગુજરાતમાં સાર્વત્રિક માવઠાંની અસરને પગલે ખેડૂતોને ભારે  નુકસાન થયું છે. હવે ફરી એકવાર ધરતીપુત્રો માટે ખરાબ  સમાચાર આવ્યા છે.

હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જો કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કમોસમી વરસાદથી બાકાત રહે એવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, મહીસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં સામાન્ય છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

24 કલાકમાં ક્યાં- ક્યાં સ્થળો પડશે વરસાદ :
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે,  ફરી એકવાર માવઠાંની આગાહીનું કારણ જણાવતાં હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય હળવા વરસાદની સંભાવના છે.

ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં સર્જાયું સર્ક્યુલેશન :
હવામાન વિભાગનાં જણાવ્યું મુજબ, આગામી 7 દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી, પરંતુ પંચમહાલ, દાહોદ, ખેડામાં આજે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ૩ ડીસેમ્બરથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને ખેડામાં વરસાદ પડી શકે છે. વરસાદ પડવાનું કારણ ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસર દક્ષિણ ગુજરાત પર થશે.

1 COMMENT

Comments are closed.