Rain Alert : રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભુક્કા બોલાવી રહ્યા છે. ગીરનાર અને માણાવદર, ઉપલેટા સહિતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.

Rain Alert : છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે કમરસુધી પાણી ભરાયા છે. જૂનાગઢના દામોદરકુંડમાં પણ ભરપૂર પાણીની આવક થઈ હતી. તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.
Rain Alert : ક્યાં છે એલર્ટ ?

Rain Alert : રેડ એલર્ટ: કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા.

Rain Alert : ઓરેન્જ એલર્ટ: રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.

Rain Alert : યલો એલર્ટ: સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના.
નાગરિકોને સાવચેત રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતુ હોય છે જે જિલ્લામાં અઢીથી સવા ચાર ઈંચ વરસાદ વરસવાની શક્યતા હોય છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .