Rain Alert in Gujarat: ગુજરાતમાં કુદરતનો ટ્રિપલ મિજાજ: આજે 6 જિલ્લામાં ‘યલો એલર્ટ’, કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ અધ્ધર

0
89
Rain Alert in Gujarat
Rain Alert in Gujarat

Rain Alert in Gujarat: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં હવામાનનો વિચિત્ર મિજાજ જોવા મળી રહ્યો છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની પદમણી થઈ રહી છે, ત્યાં બીજી તરફ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા રાજ્યમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યા બાદ આજે, 24મી ફેબ્રુઆરીએ પણ હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

Rain Alert in Gujarat: લખતર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. લખતર શહેર ઉપરાંત કડુ, ઓળક, માલિકા, તરમણીયા અને કળમ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Rain Alert in Gujarat

Rain Alert in Gujarat: આજે કયા જિલ્લાઓમાં છે ‘યલો એલર્ટ’?

Rain Alert in Gujarat

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાત માટે ભારે હોઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે નીચેના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે:

  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • મહીસાગર
  • છોટા ઉદેપુર
  • દાહોદ
  • પંચમહાલ

આ ઉપરાંત બનાસકાંઠા, ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને સૌરાષ્ટ્રના અમરેલી સહિતના ભાગોમાં તેજ પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.

Rain Alert in Gujarat: અમદાવાદમાં ધુમ્મસ અને ઠંડા પવનનું સામ્રાજ્ય

અમદાવાદમાં સોમવારે રાત્રે એસ.જી. હાઈવે, શિવરંજની અને પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે વહેલી સવારથી જ શહેરમાં ભારે ભેજને કારણે ગાઢ ધુમ્મસ (FOG) જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. જોકે, બપોરના સમયે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે રાત્રે ઠંડીનું જોર ફરી વધી શકે છે.

ખેડૂતોમાં ભારે ફફડાટ: પાકને નુકસાનની ભીતિ

આ કમોસમી માવઠાએ જગતના તાતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. હાલ રવિ પાકની કાપણીની સીઝન ચાલી રહી છે ત્યારે જ વરસાદ પડતા:

  • ઘઉં, જીરું અને રાયડો જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે.
  • ખેતરમાં કાપણી કરીને રાખેલો પાક પલળી જવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે તેમ છે.

આ પણ વાંચો :ગુજરાત ચૂંટણી તંત્રમાં મોટો ફેરફાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા ‘ચૂંટણી કેપ્ટન’ની એન્ટ્રી!