આગામી અઠવાડિયે પડી શકે છે વરસાદ
દિલ્હીમાં ગરમીનો કહેર શરૂ થઈ ગયો છે અને આ 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ સાથે જ હવે હીટવેવની પણ શરૂઆત થઈ ગઈ છે પરંતુ હવામાન વિભાગે રાહત આપતા આગામી દિવસોમાં વરસાદનું એલર્ટ જારી કર્યુ છે.વિકેન્ડ પર દિલ્હીમાં હવામાનનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં આજે હીટવેવની સ્થિતિ બનેલી છે. લોકોને તડકા સાથે ગરમ પવનનો અનુભવ થઈ રહ્યો છે. આજનું લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં મંગળવારથી ગુરૂવાર 3 દિવસ સુધી વરસાદના અણસાર બની રહ્યા છે. 18 એપ્રિલે સામાન્ય વરસાદની સાથે સામાન્યરીતે વાદળ છવાયેલા રહેશે. 19 એપ્રિલે સામાન્યરીતે આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને એક કે બે વખત વરસાદ સાથે છાંટા પડી શકે છે અને 20 એપ્રિલે વરસાદની શક્યતા છે. આ 3 દિવસ મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.