HomeEntertainmentRaid 2: અજય દેવગણનું Raid 2નું પોસ્ટર લોન્ચ, આ તારીખે રીલીઝ થશે...

Raid 2: અજય દેવગણનું Raid 2નું પોસ્ટર લોન્ચ, આ તારીખે રીલીઝ થશે આ ધાંસુ ફિલ્મ  

Raid 2 : અજય દેવગણ પોતાની સિકવલ ફિલ્મોને લઈને ખુબ જાણીતો છે, સિંઘમ, દર્શ્યમ, ગોલમાલ જેવી અનેક ફિલ્મોમાં અજય દેવગણે સારું કામ કર્યું છે, ત્યારે હવે વધુ એક અજય દેવગણ સ્ટારડમ ફિલ્મ રેડનો બીજો પાર્ટ આવી રહ્યો છે.

Raid 2

વર્ષ 2018 માં અજય દેવગણે તેની ફિલ્મ રેઇડથી ધમાકો કર્યો હતો, ફિલ્મને ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો, ત્યારે   હવે તેને ધ્યાનમાં રાખીને તેના નિર્માતા ટૂંક સમયમાં Raid 2 લાવી રહ્યા છે. આજે તેના નિર્દેશક નિર્માતાએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. રેઇડ 2 ક્યારે સિનેમાઘરોમાં આવશે તે પણ જણાવ્યું. અજય દેવગનના ફેન્સ આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ છે.

Raid 2: બોલિવૂડ એક્ટર અજય દેવગન વર્ષ 2024માં ઘણી ધમાકેદાર ફિલ્મો લઈને આવવા જઈ રહ્યો છે. અત્યાર સુધી અજયના ફેન્સ તેની ‘સિંઘમ અગેન’ની રાહ જોતા હતા, પરંતુ હવે તેની બીજી ફિલ્મની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે.

વર્ષ 2018માં રીલિઝ થયેલી અજય દેવગનની ફિલ્મ ‘રેઈડ’ તે સમયે ઘણી હિટ રહી હતી. બધાને તેની ફિલ્મ ખૂબ પસંદ આવી અને તેની સિક્વલની પણ માંગણી કરી. હવે અજય દેવગનના ફેન્સની રાહ પૂરી થઈ ગઈ છે. રેઈડ 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

Raid 2

Raid 2‘ ક્યારે રિલીઝ થશે?

T-Series એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ Instagram પર અજય દેવગન સ્ટારર ‘Raid 2’ નું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે.’ અજય દેવગન ‘રેઈડ 2’માં IRS ઓફિસર અમય પટનાયક તરીકે પાછો ફર્યો છે. 15 નવેમ્બર, 2024 ના રોજ મોટા પડદા પર વધુ એક સાચો કેસ લાવવા માટે તૈયાર છે.

Raid 2

આ ફિલ્મનો પહેલો ભાગ પણ રાજકુમાર ગુપ્તાએ ડિરેક્ટ કર્યો હતો. ફિલ્મ ‘રેઈડ 2’નું નિર્માણ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર દ્વારા T-Series સાથે મળીને કરવામાં આવી રહ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો

Deepika Padukone :  આ મસ્તાની બાઈ પાસે છે આટલી બધી સંપતિ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments