RAHUL GANDHI : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી શકે છે અને રાયબરેલી સીટ પરથી સાંસદ રહી શકે છે. સુત્રો દ્વારા આ માહિતી સામે આવી છે. બીજીબાજુ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડે તેવી કોઈ શક્યતા નથી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી જીત્યા હતા. આવી સ્થિતિમાં હવે તેઓએ આમાંથી એક સીટ પસંદ કરવી પડશે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ મૂંઝવણમાં છે કે કઈ સીટ રાખવી અને કઈ સીટ છોડવી…
RAHUL GANDHI : એવી ચર્ચા છે કે કોંગ્રેસ નેતા રાહુલ વાયનાડ બેઠક ખાલી કરશે. આવી સ્થિતિમાં રાહુલના રાજીનામા અંગેની પ્રક્રિયા જાણવા માટે તેમના કાર્યાલયે લોકસભા સચિવાલયનો સંપર્ક પણ કર્યાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે રાહુલે રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો જીતી હોવાથી તેમણે ચૂંટણીના 14 દિવસમાં એક બેઠક ખાલી કરવી પડશે. આવી સ્થિતિમાં, રાહુલના કાર્યાલયે લોકસભા ટેબલ શાખાનો સંપર્ક કરીને તેમના રાજીનામાની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી.
RAHUL GANDHI : રાહુલ પાસે માત્ર આવતીકાલનો દિવસ
નિર્ણયની ઘડી હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લટકી રહી છે. તેમની પાસે આવતીકાલ નો જ દિવસ બાકી છે. તેમણે રાયબરેલી અને વાયનાડ વચ્ચે એક સીટ પસંદ કરવી પડશે. રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી જીત્યા છે. તેઓ રાયબરેલીથી 3 લાખ 90 હજાર મતોથી અને વાયનાડથી 3 લાખ 64 હજાર મતોથી જીત્યા હતા. નિયમો અનુસાર રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડમાંથી એક-એક સીટ છોડવી પડશે.
ચૂંટણી પરિણામોના 14 દિવસમાં બેમાંથી એક બેઠક ખાલી કરવાનો નિયમ છે. જો 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું નહીં આપવામાં આવે તો બંને બેઠકો ખાલી ગણવામાં આવશે. એટલે કે રાહુલ ગાંધીએ 18 જૂન સુધીમાં રાયબરેલી અથવા વાયનાડમાંથી એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. જો કોઈ સભ્ય રાજીનામું આપવા માંગે છે તો તેણે પોતાનું રાજીનામું લેખિતમાં લોકસભાના અધ્યક્ષને સુપરત કરવાનું રહેશે. સભ્યના રાજીનામાના 6 મહિનામાં તે બેઠક પરથી પેટા ચૂંટણી યોજવાની જોગવાઈ છે.
RAHUL GANDHI : રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક
ચૂંટણી પહેલા રાહુલ ગાંધી વાયનાડ સીટથી લોકસભાના સભ્ય હતા. 2024માં તે એ જ સીટ પરથી ફરી ચૂંટણી લડ્યા અને જીત્યા. તેઓ રાયબરેલીથી પણ જીત્યા હતા, જે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ છેલ્લે તેમની માતા સોનિયા ગાંધીએ કર્યું હતું. આ વખતે સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી લડ્યા નથી તેઓ રાજ્યસભાથી સાંસદ બન્યા છે.
RAHUL GANDHI : હું મૂંઝવણમાં છું કે કઈ સીટ છોડવી ; રાહુલ ગાંધી
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ મૂંઝવણમાં છે કે કઈ સીટ રાખવી અને કઈ છોડવી. પરંતુ જે પણ નિર્ણય લેવામાં આવશે તે બધાને ખુશી થશે. ત્યારથી, એવી અટકળો શરૂ થઈ હતી કે તે પ્રિયંકા ગાંધી વાડ્રાને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. કાલપેટ્ટામાં જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે સુધાકરણ દ્વારા તેમના નિવેદનની પુષ્ટિ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી પક્ષના હિતમાં વાયનાડ બેઠક ખાલી કરશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો