સંસદની સભ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત વાયનાડ જશે

0
158

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સભ્યતા રદ્દ થયા બાદ પ્રથમ વખત કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાત લેશે. રાહુલ ગાંધી 11 એપ્રિલ એટલે કે મંગળવારે વાયનાડ જશે. તેમના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી વાયનાડમાં એક રેલીને સંબોધિત કરશે અને રોડ શો પણ કરશે. રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક પરથી જીત મળવી હતી . હવે જ્યારે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ છીનવાઈ ગયું છે, ત્યારે ટૂંક સમયમાં વાયનાડ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ શકે છે.