RAHUL GANDHI : રાજસ્થાન ચૂંટણી પૂરી થઇ ગઈ છે. અને ગેહલોતની કોંગ્રેસ સરકારને હરાવી ભાજપા સરકાર બની પણ ગઈ છે. પરંતુ રાજસ્થાન ચૂંટણી હજુ પણ ખબરોમાં છે, એ પણ રાહુલ ગાંધીને લઈને, રાજસ્થાન ચૂંટણી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માટે વધુ એક મુશ્કેલી લઈને આવ્યું છે. રાજસ્થાન ચૂંટણી સભા દરમ્યાન રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલા નિવેદનને લઈને દિલ્હી હાઇકોર્ટે વાંધો ઉઠાવ્યો છે.
RAHUL GANDHI

RAHUL GANDHI નો બધા મોદી ચોર બાદ વધુ એક નિવેદનથી વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (RAHUL GANDHI) કરેલી ટીપ્પણી પર દિલ્હી હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો છે. વધુમાં હાઈકોર્ટે આ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ યોગ્ય નિર્ણય લેવા માટે ચૂંટણી પંચને આઠ સપ્તાહનો સમય આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે આ પ્રકારના નિવેદનો અંગે નિયમ વધુ કડક કરવા પણ નિર્દેશ આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે જાહેર હિતની એક અરજીની સુનાવણી કરતાં આ નિર્દેશો આપ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહનના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું કે, રાહુલ ગાંધીનું કથિત નિવેદન યોગ્ય નથી તેથી ચૂંટણી પંચે આ બાબતે તપાસ કરવી જોઈએ.

RAHUL GANDHIને પાઠવામાં આવી નોટીસ
આ નિવેદન મામલે રાહુલ ગાંધીને (RAHUL GANDHI) પણ નોટિસ પાઠવવામાં આવી છે.દિલ્હી હાઈકોર્ટની બેન્ચે (delhi highcourt) આદેશ આપ્યો કે, ચૂંટણી પ્રચાર સમયે થયેલી ફરિયાદનો જવાબ આપવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને કોઈ જવાબ મળ્યો નથી, તેથી હાઈકોર્ટ ચૂંટણી પંચને આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપે છે.
હાઈકોર્ટે કહ્યું કે, ૨૩ નવેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં ચૂંટણી પંચે પોતે જ કહ્યું હતું કે, તે આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરશે. અરજદાર ભરત નાગરે હાઈકોર્ટને જણાવ્યું કે રાહુલ ગાંધીએ ૨૨ નવેમ્બરે વડાપ્રધાન સહિત ઉચ્ચ સરકારી પદો પર બેઠેલા લોકો વિરુદ્ધ અન્ય જધન્ય આરોપ મૂક્યા હતા અને વડાપ્રધાન મોદીને ખીસ્સા કાતરુ કહ્યા હતા.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજસ્થાનના ઝાલોરમાં ચૂંટણી પ્રચાર રેલીમાં વડાપ્રધાન (narendra modi) પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પીએમનો અર્થ પનૌતી મોદી છે. મોદી ટીવી પર આવે છે અને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક-ક્યારેક ક્રિકેટ મેચમાં જતા રહે છે, એ અલગ બાબત છે કે તેમણે હરાવી દીધા.

મોદીનું કામ પોતાનું ધ્યાન અહીં-તહીં કરવાનું હોય છે. આવું જ બે ખીસ્સા કાતરુ કરતા હોય છે, એક આવે જે તમારી સામે તમારી સાથે વાત કરે છે, તમારું ધ્યાન ભટકાવે છે. ત્યારે પાછળથી બીજો કોઈ ખીસ્સા કાતરુ તમારું ખીસ્સુ કાપી લે છે. મોદીનું કામ તમારું ધ્યાન બીજે ખેંચવાનું છે. અદાણીનું કામ તમારું ખીસ્સુ કાપવાનું છે.
તમને અહી એ પણ જણાવી દઈએ કે આ અગાઉ વડાપ્રધાન મોદીને ચોર કહેવા પર પણ રાહુલ ગાંધીને (RAHUL GANDHI) ગુજરાતમાં કોર્ટના ચક્કર ખાવા પડ્યા હતા, ત્યારે જો અહી રાજસ્થાનમાં પણ આ મુદ્દાએ જોર પકડ્યું તો રાહુલ ગાંધીને વધુ વખત કોર્ટના ચક્કરમાં પડવું પડી શકે છે.
તમે આ પણ વાંચી શકો છો
મોક્ષદા એકાદશી : આ 4 વસ્તુઓ લાવો ઘરમાં તો થશે પૈસાનો વરસાદ