RAHUL GANDHI IN PATAN : રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ થકી ઉત્તર ગુજરાતમાં ધુંઆધાર પ્રચાર   

0
107
RAHUL GANDHI IN PATAN
RAHUL GANDHI IN PATAN

RAHUL GANDHI IN PATAN : પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જંગી સભાને સંબોધન કરવા આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

RAHUL GANDHI IN PATAN

RAHUL GANDHI IN PATAN : ઉત્તર ગુજરાત પર કોંગ્રેસની નજર

RAHUL GANDHI IN PATAN : આગામી 7 મે ના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીમાં જોતરાઈ ગયા છે. પાટણ લોકસભા બેઠકમાં જિલ્લાની 4 અને બનાસકાંઠા ની 2 અને મહેસાણાની 1 વિધાનસભા બેઠક ઉપરથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મતદારો આવી રહ્યા છે.

RAHUL GANDHI IN PATAN

RAHUL GANDHI IN PATAN : પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે કોંગ્રેસના રાહુલ ગાંધી જંગી જાહેર સભાને સંબોધવાના છે ત્યારે સભા માટે વિશાળ સમીયાણો બનાવવામાં આવ્યો છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાહુલ ગાંધીનું ભાષણ સાંભળવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી રહ્યા છે. થોડી વારમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહી સભાને સંબોધન કરશે.

RAHUL GANDHI IN PATAN

RAHUL GANDHI IN PATAN :  સભાને લઈ હજારો લોકો બેસી શકે તે માટે વિશાળ શમીયાણો બાંધવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધી આવી રહ્યા હોઈ તેમની સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જંગી જાહેર સભામાં કોંગ્રેસ પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો