Rahul Gandhi : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે મણિપુરની રાજધાની ઈમ્ફાલ પહોંચ્યા હતા. અહીં તેમણે જીરીબામ હાયર સેકન્ડરી સ્કૂલ રાહત શિબિરની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા. આ પહેલા રાહુલ ગાંધીએ લખીપુરના ફૂલરતાલમાં રાહત શિબિરમાં પૂર પીડિતોને મળવા આસામની મુલાકાત લીધી હતી.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા હતા. અહીં તેમણે રાહત શિબિરોની મુલાકાત લીધી અને હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા. તમને જણાવી દઈએ કે આજે સાંજે રાહુલ ગાંધી 5:30 વાગ્યે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળશે. આ પછી રાહુલ ગાંધી સાંજે 6.15 કલાકે મણિપુર કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે.
Rahul Gandhi : ઇમ્ફાલમાં રાહુલ ગાંધી ક્યાં ગયા?
Rahul Gandhi : ઇમ્ફાલમાં રાહુલ ગાંધીએ જીરીબામ હાયર સેકન્ડરી સ્કૂલ રાહત શિબિરની મુલાકાત લીધી હતી અને ત્યાં હિંસા પીડિતોને સહાય પૂરી પાડી હતી. ટૂંક સમયમાં જ રાહુલ ગાંધી મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના તુઈબોંગમાં સદભાવના મંડપમાં રાહત શિબિરની મુલાકાત લેશે. આ પહેલા રાહુલ ગાંધી સોમવારે લખીપુરના ફૂલરતાલમાં રાહત શિબિરમાં પૂર પ્રભાવિત લોકોને મળવા માટે આસામની મુલાકાતે ગયા હતા.
Rahul Gandhi : રાહુલ ગાંધી કેટલી વાર મણિપુર ગયા?
Rahul Gandhi : કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે હિંસા પછી મણિપુરની તેમની ત્રીજી મુલાકાત લોકોના હિત પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.આસામના ફુલેરતાલમાં રાહત શિબિરની મુલાકાત લીધા બાદ રાહુલ ગાંધી ત્રણ અલગ-અલગ જગ્યાએ રાહત શિબિરની મુલાકાત લેવા મણિપુર જવા રવાના થયા હતા. નોંધનીય છે કે ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ગયા વર્ષે 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો