Rahul Gandhi: રાહુલ ગાંધીના જૂતાની મોં માગી કિંમત, જાણો જૂતાની કહાની

0
772
Rahul Gandhi: રાહુલ ગાંધીના જૂતાની મોં માગી કિંમત, જાણો જૂતાની કહાની
Rahul Gandhi: રાહુલ ગાંધીના જૂતાની મોં માગી કિંમત, જાણો જૂતાની કહાની

Rahul Gandhi: ઉત્તરપ્રદેશના સુલતાનપુર ગયા હતા. અહીં તેઓ રસ્તામાં એક મોચીની દુકાન પર રોકાયા અને ચંપલ અને જૂતાને રિપેર કર્યા. હવે આ ચંપલની મોં માગી કિંમત મળી રહી છે.

જોકે, મોચી રામચૈત તેને વેચવા તૈયાર નથી. રામચૈતે કહ્યું- ચંપલ માટે 1 લાખ રૂપિયા સુધીની ઓફર મળી છે. એક વ્યક્તિએ તો ફોન પર કહ્યું કે બેગ ભરીને પૈસા આપીશ.

જ્યારથી રાહુલ રામચૈતની દુકાનથી ગયા છે, ત્યારથી તેમની લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. તેમની કુરેભારના વિધાયકનગર ચાર રસ્તા પાસે નાની એવી દુકાન (ગલ્લો) છે. હવે ક્યારેક વહીવટી અધિકારી, કર્મચારીઓ તો ક્યારેક ગામના લોકો તેમને ઘેરી લે છે.

Rahul Gandhi: રાહુલ ગાંધીના જૂતાની મોં માગી કિંમત, જાણો જૂતાની કહાની
Rahul Gandhi: રાહુલ ગાંધીના જૂતાની મોં માગી કિંમત, જાણો જૂતાની કહાની

Rahul Gandhi ae જૂતાની સિલાઈનું મશીન મોકલાવ્યું

સુલતાનપુરમાં મોચી રામચૈતને મળ્યા બાદ રાહુલ ગાંધીએ રામચૈત માટે જૂતા સિલાઈ મશીન મોકલ્યું છે. અહીં રાહુલે રામચૈતને સિલાઈ મશીન ગિફ્ટ કર્યું અને તેમને ફોન પર કર્યો. પૂછ્યું- બધું બરાબર છે ને કોઇ તકલીફ તો નથી આવી રહી ને. ફોન આવ્યા બાદ રામચૈતનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેઓ કહે છે- હવે અમે રાહુલની પાર્ટીને સમર્થન કરીશું.

કોંગ્રેસે તેની પોસ્ટમાં લખ્યું, “રાહુલ ગાંધી 26 જુલાઈના રોજ સુલતાનપુર (યુપી)માં મોચી રામચૈતજીને મળ્યા અને તેમના કામની ગૂંચવણો સમજ્યા. હવે તેના માટે જૂતા સિલાઈ મશીન મોકલવામાં આવ્યું છે, જેનાથી રામચૈતને જૂતા સિલાઈ કરવામાં સરળતા રહેશે.”

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો