RahaKapoor :  રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરીનો 1st લુક આવ્યો સામે

0
231
RahaKapoor
RahaKapoor

RahaKapoor :  રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસના તહેવારમાં ફેન્સને એક ખાસ સરપ્રાઈઝ આપી છે. આ ખાસ અવસર પર તેણે પહેલીવાર જાહેરમાં દીકરી રાહાનો ચહેરો બતાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો અને ફોટોઝ પણ સામે આવ્યા છે. જેમાં તે ખૂબ જ ક્યૂટ જોવા મળી રહી છે. ક્રિસમસના અવસર પર ચાહકો માટે આ કોઈ ગિફ્ટથી ઓછું નથી. રાહાની તસવીર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. રાહાને તેના જન્મથી જ જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા.

RahaKapoor
RahaKapoor

RahaKapoor  :  કપલ કપૂર પરિવારના વાર્ષિક ક્રિસમસ  નું આયોજન કરવામાં આવ્યું હતું, અહીં રણબીર અને આલિયાએ પહેલીવાર મીડિયા સામે દીકરી રાહા સાથે પોઝ આપ્યો હતો. બંનેનો તેમની દીકરી સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે આલિયા ફૂલોના શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે. તેણે સાંતાની કેપ સાથે હેર બેન્ડ પણ પહેર્યું છે. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

GCLm9TPbkAAWTLw


સોમવારે લંચ માટે પહોંચેલ રણબીર કારમાંથી નીચે ઉતર્યો અને પહેલા ફોટોગ્રાફરને જાણ કરી કે તે (RahaKapoor) રાહાને પોઝ આપવા માટે લાવી રહ્યો છે. આ પછી તે અને આલિયા તેમની પુત્રી સાથે પોઝ આપવા માટે પેપ્સની સામે આવ્યા હતા. આ દરમિયાન એક વર્ષની રાહાએ પણ પોતાના માતા-પિતાના ગાલ પર હાથ રાખીને ક્યૂટ પોઝ આપ્યો હતો.

GCLqZ14WgAAhInl

 
(RahaKapoor) રાહાને જોઈને પેપ્સ પણ ઉત્સાહિત થઈ ગયા. તેમણે રાહાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન રાહાએ તેના માતા-પિતા સાથે ક્યૂટ પોઝ પણ આપ્યા હતા. રાહા સફેદ અને ગુલાબી ડ્રેસ સાથે લાલ વેલ્વેટ શૂઝ પહેરેલી જોવા મળી હતી. તે બેબી સાન્ટા જેવી દેખાતી હતી. આ પ્રસંગે આલિયા ફ્લોરલ બેક ડ્રેસમાં જોવા મળી હતી અને રણબીર બ્લેક જેકેટ અને ડાર્ક જીન્સમાં જોવા મળ્યો હતો

RahaKapoor ને જોઈને ચાહકોને રિશી કપૂર યાદ આવી ગયા


(RahaKapoor) રાહાને સોશિયલ મીડિયા પર જોયા બાદ ચાહકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહે છે કે રાહા તેના દાદા અને રણબીરના પિતા રિશી કપૂર જેવી લાગે છે તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે રાહા રણબીરના દાદા રાજ કપૂર જેવી લાગે છે.

નોંધનીય છે કે રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. તેમની પુત્રી રાહાનો જન્મ 6 નવેમ્બરે થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ કપલે ન તો રાહાનો કોઈ ફોટો શેર કર્યો અને ન તો તેને મંજૂરી આપી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે રાહા એક વર્ષનો થઈ ચુકી છે. આલિયાએ ગત વર્ષે એટલે કે 6 નવેમ્બર 2022ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો.  

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

તમે આ પણ વાંચી શકો છો

Bye Bye 2023 : આ ટીવી સ્ટારે કહ્યું દુનિયાને અલવિદા