Ragging In Narendra Modi Medical College :  અમદાવાદમાં મેડીકલ કોલેજમાં ધુણ્યું રેગિંગનું ભૂત, ચાર સીનીયર ડોકટર સસ્પેન્ડ  

0
441
Ragging In Narendra Modi Medical College
Ragging In Narendra Modi Medical College

Ragging In Narendra Modi Medical College :   અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળ્યા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ ચારેય ડોક્ટરોમાંથી એક વર્ષ અને બાકીના બે ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Ragging In Narendra Modi Medical College

Ragging In Narendra Modi Medical College :   માનસિક ત્રાસ આપી રેગિંગ કરવામાં આવતું


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચાર જેટલા સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ મેડિકલ કોલેજની કાઉન્સિલને હતી. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં ત્રીજા અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપી અને રેગિંગ કરવામાં આવતું હતું. સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોને ગાળા ગાળી કરવી, તેઓને વોટ્સએપ મેસેજમાં અને ફોન ઉપર પણ ગાળા ગાળી કરી અને વાત કરવામાં આવતી હતી. 16 મેના રોજ જુનિયર ડોક્ટરો દ્વારા કોલેજના એચઓડી ડો. આશિષ પટેલને ફરિયાદ કરવામાં આવી હતી.
 

Ragging In Narendra Modi Medical College

Ragging In Narendra Modi Medical College :   રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોના નામ:

  1. ડો. વ્રજ વાઘાણી, બે વર્ષ માટે સસ્પેન્ડ
  2. ડો. શિવાની પટેલ, એક વર્ષ માટે સસ્પેન્ડ
  3. ડો. કરણકુમાર પારેજીયા, 25 દિવસ માટે સસ્પેન્ડ
  4. ડો. અનેરી નાયક, 25 દિવસ માટે સસ્પેન્ડ


જેમાં ડોક્ટર વ્રજ વાઘાણીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયો છે. ડોક્ટર શિવાની પટેલને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાઈ. અન્ય બે ડોક્ટરને 25 દિવસ માટે કરાયા છે, સસ્પેન્ડ જેમાં એક મહિલા ડોક્ટર પણ સામેલ છે. 

Ragging In Narendra Modi Medical College :  કીધુ ના કરે તો કન્નડગત કરતા

Ragging In Narendra Modi Medical College


ફરિયાદ મળતા ડો. આશિષ પટેલે જુનિયર અને રેગિંગ કરતા સિનિયર ડોક્ટરોને બોલાવી બંને વચ્ચે વાતચીત કરાવી હતી. હવેથી આવી કોઈ ફરિયાદ ન આવી જોઈએ તેમ કહી વાત દબાવી દેવામાં આવી હતી. જોકે ત્રણ દિવસ બાદ ફરીથી જુનિયર ડોક્ટરોએ મેડિકલ કોલેજના ડીન ડો. દીપ્તિ શાહને ફરિયાદ કરી હતી. જેથી ડીન દ્વારા આ મામલે મેડિકલ કોલેજ કાઉન્સિલની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આ બાબતે ચર્ચા કરીને જે ડોક્ટરો દ્વારા જે રીતના રેગિંગ કરવામાં આવ્યું હતું તે પ્રકારની સજા આપવામાં આવી હતી.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો