Radhika Merchant : કોણ છે રાધિકા મર્ચન્ટ ? જે અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહી છે.   

0
226
Radhika Merchant
Radhika Merchant

Radhika Merchant : દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ફરી એક વાર જશ્નનો માહોલ શરુ થવા જઈ રહ્યો છે. અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન યોજાવાના છે. હાલમાં જ અનંત અંબાણીના લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ વચ્ચે લોકોના મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે, કે અંબાણી પરિવારની નાની વહુ બનવા જઈ રહેલ ‘રાધિકા મર્ચન્ટ’ કોણ છે? શું કરે છે ?  તો આવો આજે અમે તમને જણાવીએ કે કોણ છે રાધિકા મર્ચન્ટ.  

RADHIKA and ANANT

Radhika Merchant  : એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ વિરેન મર્ચન્ટની એકના એક દીકરી છે રાધિકા મર્ચન્ટ. વીરેન મર્ચન્ટ અનેક કંપનીઓના ડાયરેક્ટર પણ છે. રાધિકા મર્ચન્ટ તેમની એક માત્ર દિકરી છે.વીરેન મર્ચન્ટ અંબાણીના ખાસ મિત્ર પણ છે. રાધિકાના પિતા પણ ભારતના સૌથી ધનિક અબજોપતિઓમાંના એક છે. તેમની અન્ય બિઝનેસમાં એન્કોર પોલિફ્રેક્ચર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એન્કોર બિઝનેસ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ, એન્કોર નેચરલ પોલિમર પ્રાઇવેટ લિમિટેડ, ઝેડવાયડી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સૈદન બિઝનેસ સેન્ટર્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે..

VINAY MARCHANT

Radhika Merchant  : રાધિકા મર્ચન્ટનું જીવન, શિક્ષણ અને કારકિર્દી

Radhika Merchant : મુકેશ અંબાણીના પરિવારમાં સામેલ થવા જઈ રહેલી નાની વહુ અને અનંત અંબાણીની બહુ લાંબા સમયની ગર્લફ્રેન્ડ  ‘રાધિકા મર્ચન્ટ’ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે.  રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર, 1994ના રોજ મુંબઈમાં થયો હતો અને તે મૂળ કચ્છ ગુજરાતના વતની છે. તેણે મુંબઈની ધ કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલ, ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ઈન્ટરનેશનલ ડિપ્લોમાં કર્યુ છે.

RADHIKA

રાધિકાએ 2017 માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી political science માં સ્નાતકનો અભ્યાસ પુરો કર્યા, પછી તે ભારત પરત આવી અને ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન તેમજ દેસાઈ એન્ડ દિવાનજી જેવી કન્સલ્ટન્ટ ફર્મ્સમાં ઈન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કર્યું.  ત્યાર બાદ તેમે કૌટુંબિક વ્યવસાયમાં ભાગ લેતા પહેલા મુંબઈમાં આવેલી રિયલ એસ્ટેટ કંપની ઇસ્પ્રાવામાં જુનિયર સેલ્સ મેનેજર તરીકે કામ શરુ કર્યું હતું. રાધિકાના શોખ વિશે વાત કરીએ તો તેને  ટ્રેકિંગ કરવું, તરવું તેમજ વાંચવાનું પણ પસંદ છે

Radhika Merchant : અનંત અંબાણીના લગ્નની કંકોત્રી વાયરલ

Capture

અનંત અંબાણીના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. માહિતી પ્રમાણે લગ્ન પહેલાનો કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં 1 માર્ચે ગોઠવાયો છે. 

તમે આ પણ વાંચી શકો છો

ADANI : અંબાણીને પછાળી અદાણી બન્યા એશિયાના સૌથી મોટા ધનિક